Showing posts with label Zeenat Begum. Show all posts
Showing posts with label Zeenat Begum. Show all posts

Thursday, August 12, 2021

ચર્ચાની એરણે : ૧૯૪૪ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - ઝીનત બેગમ

 ૧૯૪૪નાં ઝીનત બેગમનાં ગીતો ધરાવતી ફિલ્મોની સંખ્યા બહુ મોટી નથી જણાતી, પણ ગીતોના ભાવ અને તેને કારણે તેમના સ્વરમાં વૈવિધ્યને માણવામાં કશે જ ઉણપ નથી અનુભવાતી.

દુનિયાકી યે ખુશી હૈ ભુલ જાયેં હમ - ભાઈ - ગીતકાર: ખાન શાતિર ગજ઼નવી - સંગીતકાર: શ્યામ સુંદર

હિંદુ મુસ્લીમ શિખ ઈસાઈ આપસમેં હૈ ભાઈ ભાઈ - ભાઈ - ગીતકાર:  ખાન શાતિર ગજ઼નવી  - સંગીતકાર: ગુલામ હૈદર

પંછી મેરી ખુશીકા ઝમાના કહાં ગયા - ચાંદ - ગીતકાર: ક઼મર જલાલાબાદી - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ

ક્યા યહી જવાની હૈ હર દિન નિખરા હુઆ હૈ - ચાંદ - ગીતકાર: ક઼મર જલાલાબાદી - સંગીતકાર: હુસ્નલાલ ભગતરામ

રાતેં ન રહી વો ન રહે વો દિન હમારે – દાસી - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: પંડિત અમરનાથ

દેખા કરો ભગવાન ગરીબોંકા તમાશા – દાસી - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: પંડિત અમરનાથ

હો રસિયા કભી લે ચલ તુ જમુના કે પાર – દાસી - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: પંડિત અમરનાથ

સુબહ હુઈ ઔર પંછી જાગે ચુગા ચુગન કો ભાગે – દાસી - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: પંડિત અમરનાથ

ધાન કે ખેતમેં ન જાઓ રાજા – દાસી - ગીતકાર: ડી એન મધોક - સંગીતકાર: પંડિત અમરનાથ



તુમ છોડ ગયે મુજ઼કો કિસકે સહારે - પંછી - ગીતકાર: અખ્તર ચુગતાઈ/ મનોહર સહરાઈ - સંગીતકાર: પંડિત અમરનાથ

ઉન્હોને મુહબ્બત કી દુનિયા મિટા દી - પંછી - ગીતકાર: અખ્તર ચુગતાઈ/ મનોહર સહરાઈ - સંગીતકાર: પંડિત અમરનાથ

હિંદી ફિલ્મ ગીત કોશે આ ગીત માટે ગાયક નથી જણાવેલ.

જાઈએ જાઈએ ગૈરોંકે દિલકા આસરા હો જાઈએ - પંછી - ગીતકાર:  અખ્તર ચુગતાઈ/ મનોહર સહરાઈ - સંગીતકાર: પંડિત અમર નાથ

હિંદી ફિલ્મ ગીત કોશે આ ગીત માટે ગાયક નથી જણાવેલ.

ઉઠી હૈ ઘટાએં, ચલી હૈ હવાએં - પંછી - ગીતકાર: અખ્તર ચુગતાઈ/ મનોહર સહરાઈ - સંગીતકાર: પંડિત અમર નાથ

હિંદી ફિલ્મ ગીત કોશે આ ગીત માટે ગાયક નથી જણાવેલ.


Thursday, November 19, 2020

ચર્ચાની એરણે : ૧૯૪૫ નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો : ઝીનત બેગમ

 ૧૯૪૫નાં વર્ષ માટે ઝીનત બેગમનાં આટલાં બધાં ગીતોની યુ ટ્યુબ લિંક મળશે તેવો અંદાજ નહોતો. આ વર્ષ માટે 'ઝુમકે'. ‘ધમકી વગેરેમાં મુખ્ય ગાયિકા તો છે જ , પણ તે સાથે અન્ય ફિલ્મોમાં પણ તેમન સ્વરનો વ્યાપકપણે ઉપયોગ થયેલો સાંભળવા મળે છે.

ફિલ્મ 'ભાઈજાન'નાં ગીતો બાબતે હિંદી ફિલ્મ ગીતકોષમાં નોંધ છે કે રેકોર્ડ્સ પર ઝીનત બેગમનું નામ છે એવાં ચાર ગીતો ફિલ્મમાં નૂરજહાંએ ગાયાં છે.

અય બાદ-એ-સબા કુછ તુને સુના,વહ જલવા દિખાનેવાલે હૈ - ભાઈજાન – સંગીતકાર: શ્યામસુંદર - ગીતકાર: - પડતન લખનવી

આ બેદર્દી આ જા મેરે દિલમેં સમા જા - ભાઈજાન – સંગીતકાર: શ્યામસુંદર - ગીતકાર: - પડતન લખનવી

મેરે દિલકી દુનિયા સે જાઓ તો જાનું - ચમ્પા – સંગીતકાર: અનુપમ ઘટક

દર્દ-એ-મુહબ્બત આહ સે કહ દે, દિલમેં રહેં - ધમકી – સંગીતકાર: પંડિત અમરનાથ – ગીતકાર: ડી એન મધોક

ઓ મિલાકે અખિયાં અખિયાં ચુરાના ના - ધમકી – સંગીતકાર: પંડિત અમરનાથ – ગીતકાર: ડી એન મધોક

આંખ મિલા કે કોઈ રે અપના બને કોઈ રે - ધમકી – સંગીતકાર: પંડિત અમરનાથ – ગીતકાર: ડી એન મધોક

યાદ મેં રાત કાટી, દિન હુઆ ફિર યાદ આઈ - ધમકી – સંગીતકાર: પંડિત અમરનાથ – ગીતકાર: ડી એન મધોક

ફિર બરસન લગે હાં નૈન મતવાલે - ધમકી – સંગીતકાર: પંડિત અમરનાથ – ગીતકાર: ડી એન મધોક

કોઈ મન મેં મીરે બોલે - કૈસે કહું - સંગીતકાર પંડિત અમરનાથ - ગીતકાર મોતી બી.એ.

હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ગીત માટે ગાયકનું નામ નથી જોવા મળતું.

ઈક હૂક સી ઊઠતી હૈ દિલ મેં બાર બાર કયોં - રાગની – સંગીતકાર: પંડિત અમરનાથ

હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ગીત માટે ગાયકનું નામ નથી જોવા મળતું.

ઊઠ સોયે હુએ હુસ્ન તુઝે ઈશ્ક઼ જગાયે - રાગની – સંગીતકાર: પંડિત અમરનાથ

હિંદી ફિલ્મ ગીત કોષમાં આ ગીત માટે ગાયકનું નામ નથી જોવા મળતું.

હવે પછી નૂર જહાંનાં વર્ષ ૧૯૪૫ નાં સૉલો ગીતો ચર્ચાની એરણે સાંભળીશું.

Thursday, August 1, 2019

ચર્ચાની એરણે - ૧૯૪૬નાં ગીતો - સ્ત્રી સૉલો ગીતો - હમીદા બાનુ, ઝીનત બેગમ


હમીદા બાનુનાં સૉલો ગીતો
તેમને '૬૦ અને તે પછીના દાયકામાં હિંદી ફિલ્મનાં ગીતોને સાંભળતી થયેલી પેઢીએ ઈન્ટરનેટ પર જ સાંભળ્યાં હશે. વિન્ટેજ એરાની ગાયકીની જે શૈલી હતી તેમાં તેમનો અવાજ બહુ બંધ બેસતો હતો. ૧૦૪૬ માટેનાં તેમનાં સોલો ગીતો પૈકી ઘણાં ગીતો યુ ટ્યુબ પર ગીતો અપલોડ કરનારા મહારથીઓને પણ મળ્યાં નથી, જોકે જેટલાં ગીતો સાંભળવા મળે છે તેમાં પણ હમીદા બાનોનો અંદાજ જરૂર નીખરી રહે છે.
મન મોરા કાગઝ કોરા કોરા, સંદેશ લિખ દિજો - ધરતી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

ફૂલ કલી ક્યોં મારી, સાજન મોરી ઊંચી અટારી - ધરતી – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર  

અપની દુનિયા મિટા કે કિસકી દુનિયા બસા ચલે - મગધરાજ – સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર

મોર બોલે હો ઊંછે મેવાડી પર્વત પર કોઈ મોર બોલે – રાજપુતાની -– સંગીતકાર: બુલો સી રાની – ગીતકાર: પંડિત ઈન્દ્ર
યુ ટ્યુબ પર અપલોડ કરનારે આ ગીત અમીરબાઈ કર્ણાટકીનું ગણ્યું છે.

ઝીનત બેગમનાં  સૉલો ગીતો
લાહોરથી હિંદી ફિલ્મ જગતમાં કામ કરવાને કારણે મુંઅઈ આવીને સ્થિર થયેલાં અનેક કળાકારોમાં ઝીનત બેગમ સારાં એવાં સફળ કલાકાર તરીકે સ્થાન મેળવી ચુકેલ કળાકાર તરીકેનું આદરણીય સ્થાન શોભાવે છે ૧૯૫૧માં તેઓ પાછાં પાકિસ્તાન જતાં રહ્યાં. આમ હિંદી ફિલ્મ સંગીત જગતમાં તેમનો સક્રિય કાર્યકાળ વિન્ટેજ એરા તરીકે જાણીતા સમયકાળનાં અંતિમ વર્ષો દરમ્યાન રહ્યો ગણી શકાય.
૧૯૪૬નાં વર્ષ માટે ઝીનત બેગમનાં આટલાં બધાં ગીતોની યુ ટ્યુબ લિંક મળશે તેવો અંદાજ નહોતો. પણ આટલાં ગીતો સાંભળવા મળવાનો લાભ તો હવે મળ્યો જ, પરંતુ તે સમયે પણ તેમનાં ગીતો કેટલાં વ્યાપકપણે ઉપલ્બધ રહેતાં હશે તેનો અંદાજ લગાવીએ તો તેમની લોકપ્રિયતાનો પણ ખયાલ આવે.
પરદેસી રે પરદેસી રે કાહે છોડા મેરા દેશ સાવન આયા - ડૉ. કોટનીસ કી અમર કહાની - સંગીતકાર વસત દેસાઈ - ગીતકાર દિવાન શરાર

દિલ દર્દ કા મારા બેચારા, બદનામ ભી હૈ મજબૂર ભી હૈ - જીવન યાત્રા - - સંગીતકાર: વસત દેસાઈ - ગીતકાર: દિવાન શરાર

અય રાત સિયાહ રાત છૂપી રાત બતા દે - જીવન યાત્રા - - સંગીતકાર: વસત દેસાઈ - ગીતકાર: દિવાન શરાર

ઉસને દેખા મૈને દેખા અબ દુનિયા દેખનેવાલી હૈ - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ -

ઝૂમ રહે ઝૂમ રહે મતવારે મોરે ઝૂમકે ઝૂમ રહે - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ

બસ ઈક નિગાહમેં ફિટને જગ તો સકાતી હૂં - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ

બેકાર જિયે કોઈ બેમૌત મરે કોઈ - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ

ઓ ભૂલનેવાલે બતા યાદ આ રહા ક્યું - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ

ઉનકી યાદ ભુલા દું કૈસે, અપના આપ મિટા દું કૈસે - ઝૂમકે – સંગીતકાર: અમર નાથ

દુનિયામેં ભી નઝર કર ઓ આસમાનવાલે, અય ઓ જહાં વાલે - નેક પરવીન – સંગીતકાર: ફિરોઝ નિઝામી – ગીતકાર: વાહિદ ક઼ુરૈશી 

સુન લે તુ ઇલ્તઝા મેરી, સુન લે ખુદા મેરી દુઆ - નેક પરવીન – સંગીતકાર: ફિરોઝ નિઝામી – ગીતકાર: વાહિદ ક઼ુરૈશી 

સુને કૌન મુઝસે જુબાની મેરી, બહુત દુખ ભરી હૈ - પરાયે બસ મેં – સંગીતકાર: નિયારા હુસ્સૈન 

અપનો સે શિકાયત હૈ ન ગૈરોંસે ગીલા હૈ - પરાયે બસ મેં – સંગીતકાર: વિનોદ 

ફરિયાદ સુનો મેરી બેદર્દ જહાંવાલે - રેહાના – સંગીતકાર: ક઼ાદીર ફરીદી – ગીતકાર: તુફૈલ હોશિયારપુરી

હવે પછી આપણે નુરજહાંનાં ૧૯૪૬નાં સોલો ગીતો ચર્ચાની એરણે યાદ કરીશું.

Thursday, August 23, 2018

ચર્ચાની એરણે : ૧૯૪૭નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો - અન્ય સ્ત્રી ગાયિકાઓ અને લતા મંગેશકર [૨]


ઝીનત બેગમનાં  સૉલો ગીતો
લાહોરથી હિંદી ફિલ્મ જગતમાં કામ કરવાને કાર્ણે મુંઅઈ આવીને સ્થિર થયેલાં અનેક લોકોમાં ઝીનત બેગમ એ સમયે સારાં એવાં સફળ કલાકાર તરીકે સ્થાન મેળવી ચૂક્યાં હત> ૧૯૫૧માં તેઓ પાછાં પાકિસ્તાન જતાં રહ્યાં. આમ હિંદી ફિલ્મ સંગીત જગતમાં તેમનો સક્રિય કાર્યકાળ વિન્ટેજ એરા તરીકે જાણીતા સમયકાળનાં અંતિમ વર્ષો દરમ્યાન રહ્યો ગણી શકાય.
ફિંદી ફિલ્મ જગત'સુવર્ણકાળ'ના મધ્યાહ્નમાં જેમનો હિદી ફિલ્મ્નાં ગીતો માટે રસ કેળવાયો એ પેઢી માટે ઝીનત બેગમનાં ગીતો સાંભળવાનું ઇન્ટરનેટ યુગ બાદ જ સંભવ બન્યું  છે. આ કારણે, હિંદી ફિલ્મ ગીત કોષની મદદથી તેમનાં ૧૯૪૭નાં સૉલો ગીતોની બનાવતી વખતે જે ગીતો જોવાં મળતાં હતાં તેમાંથી કેટલાંકની સક્રિય વિડીયો લિંક મળશે એવો કોઈ અંદાજ નહોતો. આનંદ અને આશ્ચર્ય સાથે કહેવું જોઈએ કે એ તો બધાં જ ગીતોની લિંક તો મળી જ તે ઉપરાંત હિંદી ફિલ્મ ગીત કોષમાં ઝીનત બેગમનાં નામે જે ગીતો નથી નોંધાયાં એવાં પણ કેટલાંક ગીતો પણ મળી શક્યાં.
સરવાળે, ઝીનત બેગમનાં ૧૯૪૭નાં સૉલો  ગીતોની સંખ્યા એક અલગ પૉસ્ટ જેટલાં ગીતોની થઈ ગઇ. તેમ છતાં, આ લેખમાળામાં હવે આટલે સુધી આગળ વધી ગયા પછી આ ગીતોને 'અન્ય' સ્ત્રી ગાયિકાઓનાં સૉલો ગીતોની પૉસ્ટના એક હિસ્સા તરીકે જ સમાવવાં પડે છે તે મારી મર્યાદા છે.
પડે ઈશ્ક઼ મેં જાન કે હમ કો લાલે - આજ ઔર કલ – સંગીતકાર: ખુર્શીદ અન્વર 

તેરે બીના બાલમ જિયા મોરા ડોલે મનમેં ઓર હૂક ઊઠે - આરસી – સંગીતકાર: લછ્છીરામ, શ્યામ સુંદર (?) – ગીતકાર: સર્શાર સૈલાની

ઓ મેરી અખિયાં નીત દિન રોયે - આરસી – સંગીતકાર: લછ્છીરામ, શ્યામ સુંદર (?) – ગીતકાર: સર્શાર સૈલાની 

કૌન સુને ફરિયાદ મેરી હાયે - ફર્ઝ – સંગીતકાર: કે એસ સાગર

યે કૈસા ઝમાના - ફર્ઝ – સંગીતકાર: કે એસ સાગર

ઈસ દેશ કે જવાનો કો અજમાયા જાયેગા - ફર્ઝ – સંગીતકાર: કે એસ સાગર

ઓ સાજન સમજો ના - ફર્ઝ – સંગીતકાર: કે એસ સાગર

અબ કહાં જાઉં દુશ્મન જમાના મેરા હો ગયા - ઇન્તેઝાર કે બાદ – સંગીતકાર: ખાન અઝીઝ (અઝીઝ ખાન)- ગીતકાર:  ગાફિલ હરનાલ્વી

ઓ રૂઠનેવાલે, છુપ છૂપ કે ન જિયા જલા, આ મનકી લગી બુઝા - ઇન્તેઝાર કે બાદ – સંગીતકાર: ખાન અઝીઝ (અઝીઝ ખાન)- ગીતકાર:  ગાફિલ હરનાલ્વી

મુહબ્બત મેં તેરી અય બેવફા, કુછ તો વફા હોતી - ઇન્તેઝાર કે બાદ – સંગીતકાર: ખાન અઝીઝ (અઝીઝ ખાન)- ગીતકાર:  ગાફિલ હરનાલ્વી

અલ્લાહ ખતા ક્યા હૈ ગરીબોંકી બતા દે - મેંહદી – સંગીતકાર: ગ઼ુલામ હૈદર – ગીતકાર: સાગર નિઝામી

હૈ દિલ હી દિલમેં તમન્ના હાયે - મેંહદી – સંગીતકાર: ગ઼ુલામ હૈદર – ગીતકાર: સાગર નિઝામી

ઈક બાંવરા પંછી...નદીયા કે કિનારે - પગદંડી – સંગીતકાર: ખુર્શીદ આન્વર – ગીતકાર: ડી એન મધોક

અય લો બાદલ આયે વો નહીં આયે - પગદંડી – સંગીતકાર: ખુર્શીદ આન્વર – ગીતકાર: ડી એન મધોક

તુમ જુગ જુગ જિયો માં કે જાયે - પગદંડી – સંગીતકાર: ખુર્શીદ આન્વર – ગીતકાર: ડી એન મધોક

પરદેસી બાલમ, છાઈ ઘટા ઘનઘોર, પપીહે મોર મચાયે શોર - પગદંડી – સંગીતકાર: ખુર્શીદ આન્વર – ગીતકાર: ડી એન મધોક


ઓ મેરે રાજા જી મેરી ગલી આના - પગદંડી – સંગીતકાર: ખુર્શીદ આન્વર – ગીતકાર: ડી એન મધોક


'અન્ય' સ્ત્રી ગાયિકાઓ અને લતા મંગેશકરનાં ૧૯૪૭નાં વર્ષ માટેનાં સૉલો ગીતોની આપણી ચર્ચા હજૂ પણ ચાલુ રહે છે.