Showing posts with label Quality Management. Show all posts
Showing posts with label Quality Management. Show all posts

Sunday, May 21, 2023

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ : સંસ્કરણ ૧૧મું - મે ૨૦૨૩

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  મે ૨૦૨૩ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૧૧માં સંસ્કરણના  કેન્દ્રવર્તી વિષય તરીકે 'ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશ્લેષણાત્મક સર્વેક્ષણ ' પસંદ કરેલ છે. આજના અંકમાં આપણે સતત સુધારણામાંથી સતત નવિનીકરણ તરફની સફરનું રૂપાંતરણ ની ટુંક ચર્ચા કરીશું.

નવિનીકરણની પાઠ્યપુસ્તક વ્યાખ્યા મુજબ એ નવાં વિચારબીજો અને જ્ઞાનનું નવાં ઉત્પાદનો, સેવાઓ અથવા પ્રક્રિયાઓમાં એવું સફળ રૂપાંતર છે જે ગ્રાહકને નવાં મૂલ્યને પ્રદાન કરે છે. દાખલા તરીકે, સૌથી તેજથી સળગતી મીણબત્તી બનાવવાના પ્રયાસમાં લગાવવામાં આવેલ તમામ સમય અને પ્રયત્નો હજુ પણ માત્ર મીણબત્તીમા  જ પરિણમશે.. વીજળીના ઉપયોગથી પ્રકાશ આપનારો બલ્બ બનાવવા માટે નવિનીકરણનો વિચાર આવશ્યક બની રહે છે..

સતત સુધારણા (CI) કામ કરવાની વર્તમાન પદ્ધતિને ને વધારે સુવ્યવસ્થિત કરવા અને પ્રક્રિયાઓમાંના બિનજરૂરી વ્યયને ઘટાડવા માટેની તકોને ઓળખવાની પદ્ધતિ છે.
જ્યારે નવિનીકરણ વિચારોને સાકાર કરીને નવાં મૂલ્યોનું અસરકારક સર્જન કરવા વિશે છે, તો સતત સુધારણા પ્રક્રિયાઓને કાર્યક્ષમ બનાવવા માટે વર્તમાન મૂલ્યને વધારે સક્ષમ કરવાનો પ્રયાસ કરે છે. નવિનીકરણ  પરિણામોમાં અસરકારક રીતે સુધારો કરે છે અને સુધારણા કાર્યક્ષમ વધારે કાર્યક્ષમ પ્રક્રિયાઓ આપે છે.

સુધારણાનો માનસિક અભિગમ હાલની તંત્રવ્યવસ્થાઓને ઉચિતતમ કરવા અને ખામીઓને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પરંતુ, નવિનીકરણ માટે જે આપણે પહેલાં અનુભવ્યું છે તેના કરતાં મૂળભૂત રીતે નવું અને અલગ જ કંઈક બનાવવું એવા અલગ માનસિક અભિગમ છે. નવિનીકરણ એક અલગ પ્રક્રિયા અથવા નવાં અંતિમ પરિણામનું સર્જંન કરે છે, જેને પછીથી સતત  સુધારણાનો ઉપયોગ કરીને વધુ ઉચિત અને કાર્યક્ષમ બનાવી શકાય છે.

ઉત્પાદન, પ્રક્રિયા અથવા બિઝનેસ-મૉડલમાં નવિનીકરણ સબબ ઉચ્ચ પ્રદર્શન કરનારી દરેક મોટી કંપનીમાં આંશિક રીતે અથવા સંપૂર્ણ રીતે જોવા મળતી, આઠ આવશ્યક વિશેષતાઓનો સમૂહ અહીં ઉપર પ્રસ્તુત છે.


ચીવટપૂર્વક અવલોકન કરવું એ સારા સંશોધક બનવાની ચાવી છે.  હકારાત્મક અથવા નકારાત્મક વિચલનો પર નજર રાખો. નોંધપાત્ર હોય તેવાં બાહ્ય પરિબળો શોધી કાઢો અથવા તંત્ર વ્યવસ્થા અંગે આપણી સમજમાં ઉમેરો કે સ્પષ્ટતા કરતી પ્રક્રિયાઓને ઓળખો. આમ કરવાથી તંત્રવ્યવસ્થાને  બહેતર બનાવવા માટે મદદ મળી રહેશે.
રોજિંદા જીવનમાં, જ્યારે તમે રેસ્ટોરન્ટમાં જાઓ અથવા એરપોર્ટ પર લાઇનમાં ઉભા રહો છો, ત્યારે એવી બાબતો ધ્યાન આપો જે તમને લાગે છે કે ખૂબ જ સારી રીતે કરવામાં આવી રહી છે અથવા, તેનાથી વિપરીત, અત્યંત ખરાબ રીતે કરવામાં આવી રહી છે. તમે અત્યારે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છો તેનો ઉકેલ લાવવા માટે આવાં ઉદાહરણો તમને મદદ કરવા માટે શીખ આપી જઈ શકે છે. આપણી રોજિંદા કામકાજની રીતભાતમાં અથવા કાર્યસ્થળની બહાર આપણા જીવનમાં જો આપણે સજાગપણે થોભી ને પછી આવાં બધાં અવલોકનો પર ચિંતન કરીશું તો આપણે આપણી હાલની કાર્યપદ્ધતિમાં અર્થપૂર્ણ, મહત્વપૂર્ણ સુધારાઓ અથવા નવીનતાઓ લાવી શકીએ છીએ. નવીન વિચારસરણી સરળ છતાં દેખીતાં કરતા અવલોકનોથી આગળ જુએ છે જે એક નવી માનસિકતા અને સંસ્થાકીય કાર્યરીતી બની ને એક એવી ધરી પણ બની શકે છે જે પ્રગતિ તરફ દોરી જાય છે.
સુનિયોજિત રીતે સંગઠિત કરેલ નવિનીકરણ અભિગમ સામાન્ય રીતે આ ચાર કેન્દ્રવર્તી વિષયો પર આધારિત હોય છે:

¾    સંસાધનો અને જ્ઞાનનો પુનઃઉપયોગ

¾    નવિનીકરણનાં જીવનચક્રને સંપૂર્ણપણે અપનાવવું

¾    ચોક્કસ અને સમયસરની માહિતી સામગ્રીપર આધારિત નિર્ણય પ્રક્રિયા

¾    ગ્રાહકને કેન્દ્રમાં રાખતી વિચારસરણી અને વ્યુહરચનાનું અમલીકરણ

આગામી અંકોમાં નવિનીકરણ જીવનચક્ર અને સુનિયોજિત રીતે સંગઠિત કરેલ નવિનીકરણ અભિગમ પર વિગતવાર ચર્ચા કરીશું. 

હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએ.

ASQ TV પર તાજું પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Innovation and Process Approach - ISO તકનીકી સમિતિ ૧૭૬ (TAG 176) ના અમેરિકી સલાહકારી સમુહના લાંબા સમયથી સભ્ય અને TAG 176ના ભૂતપૂર્વ પ્રમુખ 'જૅક' વેસ્ટ ISO ૯૦૦૧ઃ૨૦૧૫ના સંદર્ભમાં નવિનીકરણ અને પ્રક્રિયા અભિગમની ચર્ચા કરે છે.  

ક્વૉલિટી મેગેઝિનના Next Gen Quality Analytics વિભાગનો લેખ From Vision to Reality: How to Implement a Continuous Improvement Program આજે વિચારણા પર લઈશું. - સતત સુધારણા કાર્યક્રમોના અમલ માટે સાધનો અને ટેક્નોલોજિ માત્ર પુરતાં નથી. એ માટે કામકાજ સંબંધિત રીતભાત અને સમીક્ષા પ્રણાલીઓની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ દરેક હિતધારકોના તાલીમ અને શિક્ષણ દ્વારા શક્ય એવા નવા જ સાંસ્કૃતિક અભિગમની જરૂર છે. 

સૌ પ્રથમ તો ભવિષ્યનું સ્પષ્ટ ચિત્ર અને તેની સાથે સંકળાયેલ લક્ષ્યોની પુરી સમજ પ્રસ્થાપિત કરવાં રહે છે. એ માટે સુધારણા માટેનાં કાર્યક્ષેત્ર ખોળી કાઢી સંસ્થાકીય ઉદ્દેશો સાથે ચોક્કસપણે  સંબંધિત  માપી શકાય તેવાં અસંદિગ્ધ લક્ષ્યો નક્કી કરવાનાં રહે..

આ માટે સંસ્થાના દરેક સ્તરે સંબંધિત હોય એવાં દરેક કર્મચારીને સહભાગી બનાવવાં જોઇએ.

તે પછી, સુધારણાંનાં નક્કી કરાયેલ કાર્યક્ષેત્રોની સાથે સંબંધિત એવી ચોક્કસને વિશ્વાસપાત્ર માહિતી સામગ્રી મળી શકે તેવા સ્રોતો ખોળી કાઢવાના રહેશે. 

છેલ્લે, સુધારણા કાર્યક્રમ લાંબા સમય સુધી સંપોષિત રહે તે મહત્ત્વનું છે. આ માટે સુધારણા કાર્યક્રમો સંસ્થાની વર્તમાન  તથા ભવિષ્યની વ્યુહરચનાઓનાં પોત સાથે વણાઈ જેવું તેવું વાતવરણ બની રહેવું પણ આવશ્યક છે. 

સપ્ષ્ટ ઉદ્દેશો. દરેક ટીંઓ દ્વારા કાર્યક્રમોની સંપૂર્ણ સ્વીકાર્ય માનસિકતાનો માટેનો વ્યુહાત્મક અભિગમ અને માહિતી સામગ્રી પ્રત્યે જાગ્રત દૃષ્ટિકોણ દ્વારા સંસ્થા કાર્યસાધકતા અને નફાકરકતામં બહુ મોટા ફાયદાઓ સિધ્ધ કરતી રહી શકે છે.


ગુણવત્તા સંચાલનનાં ભવિષ્ય પર પ્રભાવક વલણો - વિશેષણાત્મક સર્વેક્ષણ વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજ કે વિડીયો ક્લિપના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

Sunday, October 24, 2021

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઓક્ટોબર, ૨૦૨૧

 ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના  ઓક્ટોબર, ૨૦૨૧ના અંક માં આપનું હાર્દિક સ્વાગત છે.

ગુણવત્તા બ્લૉગોત્સવનાં ૯મા સંસ્કરણના કેન્દ્રવર્તી વિષય 'સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા'ના સંદર્ભ સાથે સંલગ્ન વિષયો પરની આપણી ચર્ચાને હવે દરેક મહિને આગળ ધપાવીશું.

આ મહિને આપણે ભવિષ્યનાં રેખાચિત્રો - અંતર વિનાની દુનિયા વિશે ટુંકમાં વાત કરીશું.-

Profiles of the Future: An Inquiry into the Limits of the Possible -  Arthur C. Clarke - સૌ પહેલાં ૧૯૬૨માં પ્રકાશિત થયેલ પુસ્તક છે. ૧૯૫૯થી ૧૯૬૧ દરમ્યાન આર્થર સી ક્લાર્કે લખેલા નિબંધોનો એ સંગ્રહ છે. પુસ્તકનું મુખ્ય વસ્તુ સુદૂરની સંભાવનાઓ છે એટલે ૧૯૭૧ અને ૧૯૯૯માં તેમાં સમયોચિત સંદર્ભનાં નવાં પરિમાણો પણ ઉમેરાયાં. જોકે તેને પરિણામે, ૧૯૬૨ના ઘણા મૂળ અંશો ૧૯૯૯ની આવૃતિમાં જોવા નથી મળતા.

આર્થર ક્લાર્કનાં પુસ્તકની વિગતે વાત તો આવતા વર્ષના અંકોમાં કરીશું.

આજના અંક પુરતું તો એમનાં એ ભવિષ્યકથનો વિશેની ટૂંક ચર્ચા કરીશું અને તે સાથે કામની ભવિષ્યની રૂપરેખા પર વર્તમાન વિચારસરણી રજૂ કરતા કેટલાક પ્રતિનિધિ લેખો / વિડિયોની વાત કરીશું.

Arthur C. Clarke Predicted the Future of Remote and Flexible Work in 1964 By Jennifer Parrisદૂર બેઠે કામ કરવા વિશે આર્થર ક્લાર્ક જોઈ શકતા હતા કે સંચાલન કે વહીવટી કામથી લઈને કોઈ પણ પ્રકારનાં હાથકૌશલ્યનાં કામો પણ ભવિષ્યમાં, ગમે એટલાં દૂરનાં અંતરેથી, થઈ શકશે. આ ઉપરથી જોઈ શકાય છે ક્લાર્કને અંદેશો આવી ગયો છે કે કોઈ પણ કાર્યસ્થળે એકઠા થયા સિવાય પણ લોકો હાલતાં ચાલતાં પણ પોતપોતાનું કામ કરી શકશે.

પુરાતન સમયથી લઈને અત્યાર સુધી ઘરેથી કામ કરવું કેવાં કેવાં પરિમણોમાં બદલાયું છે તેની સર્વગ્રાહી ચર્ચા ફ્લેક્ષજોબ્સની પોસ્ટ, The Complete History of Working from Home, માં વાંચી શકાશે.

સ્વાભાવિક છે કે ઘરેથી કામ કરવાથી લઈને મૂળતઃ કામ પર જ ટેક્નોલોજિની અસરો વ્યાપક ચર્ચાનો વિષય બની રહે. એવા કેટલાક રસપ્રદ અને વિચાર કરતા મુકી દે તેવા વિડિઓ અને લેખો વધારાનાં વાંચન તરીકે વાંચવાનું સુચન છે –

બીબીસી હોરાઈઝન ખુબ વિખ્યાત ટીવી શૉ છે. તેના ૧૯૬૪ના એક વૃતાંતમાં આર્થર સી ક્લાર્કનાં ભવિષ્ય કથનોની પણ વાત આવરી લેવાઈ હતી.-

BBC Horizon (1964) with Arthur C. Clarke -

(Part 1 of 2)

Part 2 of 2

નોંધ:  બીબીસી હોરાઇઝનના ૫૧૨ અંકો વિશે જાણકારી https://archive.org/details/BBCHorizonCollection512Episodes  પરથી મળી શકશે.

The big debate about the future of work, explained

3 myths about the future of work (and why they're not true) | Daniel Susskind

New Profiles of the Future: The World in 2050 and beyond, with Lord Martin Rees

How do we find dignity at work? – Roy Bahat and Bryn Freedman | Ted Salon” Zebra Technologies

રોય બહાતને વિચાર થતો કે AIને કારણે જે લોકોનાં નોકરી ધંધા બદલાઈ જાય, કે કદાચ સાવ જ ન રહે કે પછી સાવ સંતોષકારક ન રહે એ પરિસ્થિતિઓમાં શું થતું હશે. આ વિચારોએ તેમને  લોકોને કામ કરવાની પ્રેરણા કયાં કારણોસર મળે છે તે વિશેની સંસોધનની મહાયાત્રા ભણી દોર્યા.પ્રસ્તુત વિડિયોમાં તેઓ બ્રાયન ફ્રીડમેન સાથેની ચર્ચામાં એ સંશોધન યાત્રા દરમ્યાન તેમને કામનાં ભવિષ્ય વિશે મળેલ આશ્ચર્યજનક સૂક્ષ્મદર્શનની વાત કરે છે.

How will we earn money in future without jobs? – Martin Ford | TED 2017


હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીએ.

આપણા આજના અંકમાં ASQ TV પર, પ્રકાશિત વૃતાંત જોઈશું

  • Intelligent Automation for Quality Professionals - રેશનલ વેક્ક્સીન્સનાં ગ્લોબલ ક્વૉલિટી ઑફિસર ક્રિસ્ટી મઝારિશિ તીવ્ર સમજશક્તિવાળાં સ્વયંસંચાલન (intelligent automation) વિશે અને તેમણે કરેલ એક પરિયોજનાએ સંસ્થાને કેમ ડિજિટલી પુરેપુરી પરિવર્તિત કરી નાખી તે સમજાવે છે

Jim L. Smithની Jim’s Gems નો લેખ-

  • Productive Failures - નિષ્ફળતામાં સફળતાનાં બીજ હોઈ શકે છે. ફળદાયક નિષ્ફળતામાં આપણે આપણું લક્ષ્ય સિદ્ધ નથી કરી શકતાં, પણ એવું કંઈક નવું જાણવા મળે છે ભવિષ્યની સફળતાની શક્યતા વધારી દઈ શકે છે.

બિનફળદાયક સફળતામાં તમે લક્ષ્ય સિદ્ધ કરી શકો તો પણ વિશ્વાસ ન બેસે કે જે રીત તે શક્ય બન્યું છે તે બરાબર જ હતું. ફળદાયક નિષ્ફળતા આગળ વધવાનો પાયો બની શકે છે. …. ફળદાયક નિષ્ફળતાના જેટલા વધારે અનુભવો એટલું વધારે શીખવાનું પણ બની શકે….જ્યારે કંઈ ધાર્યું ન થાય ત્યારે પહેલો વિચાર તો એ જ આવે કે, 'અરે રામ, આ તો બહુ  નિરાશાજનક છે.' પણ તે પછી તરત જ બીજો વિચાર એ આવવો જોઇએ કે 'આ અનુભવને હું કેમ કંઈ વધારે ફળદાયક બનાવી શકું?'

Quality Magazineના સંપાદક, ડેર્રીલ સીલૅન્ડ, ની કૉલમ From the Editor' નો નવો લેખ

  • Serendipity, A Meaningful Connection? - કંઈક નવું કરવાની થતી આકસ્મિક અનુભૂતિ સાવ જ અચાનક બનતી સુખદ કે ફાયદાકરક ઘટના છે. એ અનુભવ જેટલો સુખદ હોય છે એટલો જ તેનો 'અર્થપૂર્ણ સંબંધ' પણ હોય છે …..જેમકે પહેલી જ વાર કોઈ ગીત સાંભળો, તે જ ક્ષણે તેના બોલ કે સંગીત સાથે તમને તમારી સંવેદનાનો સંબંધ અનુભવાય   ….. ગુણવત્તા પણ એવી જ કંઈક અનુભૂતિ પેદા કરી શકે છે. …………….

સંપોષિત સફળતાનાં ઘડતર અને જાળવણીની દૃષ્ટિએ ભવિષ્યમાં XXXXની ભૂમિકા વિશેની ચર્ચાને રસપ્રદ અને અર્થપૂર્ણ બનાવવામાં આપનાં સૂચનો / ટીકાટિપ્પણીઓ / માર્ગદર્શન / અનુભવો આવકાર્ય છે.

આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.