Monday, July 31, 2017

હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વનો બ્લૉગૉત્સવ - ૭_૨૦૧૭હિંદી ચિત્રપટ સંગીતના સુવર્ણ યુગથી સંકળાયેલાં બ્લૉગવિશ્વ -  _૨૦૧૭ બ્લૉગૉત્સવ સંસ્કરણમાં આપનું સ્વાગત છે.
આ મહિનાના આપણા બ્લૉગોત્સવ અંકની શરૂઆત આપણે તિથિઓ અને અંજલિઓને લગતી પોસ્ટ્સથી કરીશું.:

One hundred years of Sarat Chandra’s ‘Devdas’- શરતચંદ્ર એ તેમની નવલકથા 'દેવદાસ' ૩૦ જૂન, ૧૯૧૭ના રોજ પ્રકાશિત કરી હતી. પ્રસ્તુત લેખમાં તે પહેલાંની કેટલીક માહિતીની સાથે તેનાં મહત્ત્વનાં ફિલ્મ સ્વરૂપોની સમીક્ષા આવરી લેવાઈ છે.

More on Sarat and Devdas : જે એન સિન્હાની The mortals of Devdasમાં નવલથાના ચાકઓ વાર્તાનાં પાત્રોની શરતચંદ્રની વાસ્તવિક દુનિયામાં ખોજ આરંભે છે.….ધ્યાનથી જોતાં જણાય છે કે દેવદાસ લેખક પોતે જ છે, જ્યારે પારો એ એક સુંદર, દેખાવડી, એમનાં ગામની છોકરી છે.

Roshan at 100: The ultimate playlist, plus the story of the three lives of a single song - રૂદ્રદીપ ભટ્ટાચાર્જી - ૧૯૬૦નો દાયકો આ મહાન સંગીતકાર માટે સોનેરી સમય હતો, જેનો પાયો તે પહેલાંના દાયકામાં નંખાયો હતો.તેમનું એ સમયનું એક યાદગાર ગીત છે - રહેંના રહેં હમ, મહેકા કરેંગે (મમતા, ૧૯૬૬). લતા મંગેશકરે ગાયેલ એક અન્ય અદ્‍ભૂત રચના ઠંડી હવાયેં લહરાકે ગાયેં (નૌજવાન, ૧૯૫૧ - એસ ડી બર્મન )થી પ્રેરિત હતી.મજાની વાત એ છે કે આ ગીતનાં અનેક સ્વરૂપો થયાં છે. પહેલું આર ડી બર્મને તેના પરથી સાગર કિનારે (સાગર, ૧૯૮૫ )ની ધુન બનાવી. ખુદ એસ ડી બર્મન પણ કહેતા કે આ ધુનની પ્રેરણા તેમને જુહુની એક હોટેલમાં પિયાનો પર વગાડતી ધુન પરથી થયેલ. રોશને પણ આ જ ધુન આ પહેલાં ૧૯૫૪ની બહુ ઓછી જાણીતી થયેલી ફિલ્મ ‘ચાંદની ચોક’માં તેરા દિલ કહાં હૈ એ ગીત માટે પ્રયોગ કરેલ હતી.

OP Nayyar-Geeta Dutt: A peerless combination - ગીતા દત્તની ૪૫મી નિર્વાણ તિથિના રોજ (૨૩ નવેમ્બર ૧૯૩૦ - ૨૦ જુલાઈ ૧૯૭૨)રવિન્દ્ર કેળકર તેમનાં ઓ પી નય્યર સાથેનાં ગીતોને યાદ કરીને અંજલિ આપે છે.

આપણે આ પ્રસંગની યાદમાં સિલ્વૅટ મેગઝીન પરના ગીતા દત્ત પરના આ પહેલાં પ્રકાશિત થી ગયેલ લેખોના ખજાનાને ફરીથી યાદ કરી લઈએ:
The Masters: Madan Mohan સંગીતકાર મદન મોહનની ૯૩મી જન્મતિથિને યાદ કરે છે. તેમણે એક વાર કહ્યું હતું કે, 'ગીતની સૌથી મહત્ત્વની આવશ્યકતા એક જ છે; બહુ જ ટુંકા સમયમાં તેણે શ્રોતાનો રસ પેદા કરવાનો છે અને તે પછીથી આવનારાં વર્ષોમાં તે ટકાવી રાખવાનો છે.' તેમણે આ બાબતે ચિંતા કરવની જરૂર નથી; દરેક વાર સાંભળતી વખતે શ્રોતાઓનાં મનની ઊંડાઈઓ સુધી પહોંચતી રહેતી તેમની રચનાઓએ તેમના વારસાને ચિરંજીવ રાખેલ છે.

આ પૉસ્ટમાં મદન મોહને લતા મંગેશકરના સ્વરમાં રચેલી રચનાઓ જોવા ન મળવાનું કારણ છે લેખિકાએ થોડાં વર્ષો પહેલાં કરેલ લેખ : An Afternoon Tryst with Madan Mohan and Lata Mangeshkar

The music man and his treasure bag: songs in Aashirwad - સુમિતા સાન્યાલની ચિરવિદાયના અવસરે લખાયેલ ગીત-સીક્વન્સ શ્રેણીમાંના આ લેખમાં તેમણે પરદા પર ગાયેલાં ફિલ્મ 'આશીર્વાદ'નાં ગીતોને યાદ કરાયાં છે.['આશીર્વાદ'નાં ગીત 'સાફ કરો ઈન્સાફ કરો' ગીત પરનો આ શ્રેણીમાં લખાયેલો લેખ અહીં વાંચી શકાશે.]

Jalaa do yeh duniya: poets and merchants in Pyaasa and Navrang - “જ્યારે જ્યારે મને 'પ્યાસા'નું દૃશ્ય યાદ આવે છે ત્યારે ત્યારે મને સાવ જ અલગ પ્રકારની બનેલી ફિલ્મનું ગીત યાદ આવી જાય છે - આજનાં વાણિજ્યિક વિશ્વમાં એક તળ કળાકારની વિડંબનાઓને રજૂ કરતાં એ ગીતને અજબની હળવાશમાં વણી લેવાયું છે. એ ગીત છે "કવિ રાજા.. કુછ ધંધે કે બાત કરો કુછ પૈસેકી બાત કરો" - ફિલ્મ 'નવરંગ માટે ભરત વ્યાસે જ લખેલું અને ગાયેલું ગીત એકાએક જ ભેગા થયેલા કવિમિત્રો અને કવિ થતાં થતાં રહી ગયેલા મિત્રોનાં અનાયાસ જ રચાઈ ગયેલાં 'સમ્મેલન'માં ફિલ્મમાં નાણાં ન રળી શકતા કવિ એવા નાયકે પરદા પર ભજવ્યું છે. [મિંટ લાઉન્જ પર ગીત-સીક્વન્સ શ્રેણીના અન્ય લેખ અહીં વાંચી શકાશે.]

Even in the darkness, he dreamed of lights: A tribute to renowned cinematographer KK Mahajan - રૂદ્રદીપ ભટ્ટાચાર્જી - કેવલ કૃષ્ણ મહાજન (મિત્રો માટે કેકે)ની પુઞતિથિના ઉપલક્ષમાં કેમેરાની પાછળની દૃષ્ટિના તેમના બેજોડ વારસા પર એક નજર નાખીએ.
જુલાઈ, ૨૦૧૭ના 'વિસરાતી યાદો..સદા યાદ રહેતાં ગીતો'ના અંકમાં જૂદા જૂદા સંગીતકાર સાથેની સૉલો ગીતવાળી પહેલી ફિલ્મનાં મોહમ્મદ રફીનાં ગીતોમાં ૧૯૪૯નાં વર્ષનાં ગીતોને યાદ કરેલ છે..

અને હવે અન્ય વિષયો પરના લેખ તરફ વળીએ –

The first duo Husnlal-Bhagatram (1): Their songs for Suraiya, Lata Mangeshkar and Rafi - સોંગ્સ ઑફ યૉર પર આ પહેલાં અનિલ બિશ્વાસ, નૌશાદ, સી રામચંદ્ર, એસ ડી બર્મન અને શંકર-જયકિશન પરના લેખોની આગવી શ્રેણીઓ થઈ ચૂકી છે, આ વર્ષે હવે, એ ક્ક્ષાએ કહી શકાય એવી દીર્ઘ સફળતા ભલે ન મળી હોય પણ ક્ષમતામાં જરા પણ ઓછી ન કહી શકાય એવી હિંદી ફિલ્મ સંગીતની પહેલી બેલડી પરની શ્રેણી શરૂ કરાયેલ છે. [આપણે પણ આ બ્લૉગ પર અનિલ બિશ્વાસ પર શ્રેણી કરી ચૂક્યા છીએ અને સચિન દેવ બર્મન પરની શ્રેણી ચાલૂ છે.]

ગડ્ડેસ્વરૂપ બ્લૉગ પર આ વિષયને વિસ્તારતાં સતીશ ચોપરાનો લેખ ‘The diamond cutters!’, ‘The diamond cutters!’ અને તેમનાં એ બહુ લોકપ્રિય ગીત ચુપ ચુપ ખડે હો જરૂર કોઈ બાત હૈને યાદ કરેલ છે. આ ગીતને તમિળમાં પણ ઢાળવામાં આવ્યું હતું - ૧૯૪૯ની વૈજયંતીમાલાની પહેલ વહેલી ફિલ્મ Vaazhkai માં - એન્ની એન્ની પારક્કા માનમ. આ ફિલ્મ પછીથી હિંદીમાં 'બહાર'નામ થી પણ બની,પણ તેનું સંગીત એસ ડી બર્મને આપ્યું હતું.

Is ‘Aapki Yaad Aati Rahi’ from ‘Gaman’ the ultimate separation song? - Nandini Ramnath - મુઝફ્ફર અલીની પહેલવહેલી ફિલ્મ, 'ગમન'માં ફારૂખ શેખ મુંબઈના ટેક્ષી ડ્રાઈવરની ભૂમિકા ભજવે છે જે પોતાની પત્ની સ્મિતા પાટીલને દેશમાં અવિરત રાહ જોતી મૂકી આવ્યો છે. પ્રસ્તુત ગીત મખ્દૂમ મોહિઉદ્દીનની ગ઼ઝલ આપકી યાદ આતી રહી પર આધારીત છે. ગીતનાં વિરહનાં દર્દને છાયા ગાંગુલીના સ્વરમાં જયદેવે વાચા આપી છે. મુંબઈની ભીડમાં જીવાતી એકલવાયી જિંદગીઓને જયદેવે 'ગમન'નાં એક અન્ય ગીત સીનેમેં જલન માં પણ જીવંત કરેલ છે, જે સીઆઈડી(૧૯૫૬)નાં ગીત અય દિલ હૈ મુશ્કિલ જીના યહાંની બીજી બાજૂ કહી શકાય તેમ છે.

In ‘Ninaithen Vandaai’, MGR and Jayalalithaa are Antony and Cleopatra - Archana Nathan - તમિળ ફિલ્મ 'Kavalkaaran’માં જયલલિતાએ ભજવેલ પાત્ર બહુખ્યાત ક્લિઓપેટ્રા અને એન્ટોનીની કહાનીને અનુસરે છે પણ અંતમાં નક્કી કરે છે કે પોતે તો સુખદ અંત માટે હકદાર છે.

Mehfil Mein Meri આપણે મુલાકાત લેતા બ્લૉગ્સમાં એક આવકારદાયક ઉમેરણ છે. બ્લૉગનું ખાતું દેવ આનંદનાં કિશોર કુમાર અને મોહમ્મદ રફી સિવાયના અન્ય ગાયકોએ ગાયેલાં ગીતોની પૉસ્ટ -Voice of Dev Anand -થી ખૂલે છે.

Ten songs picturized in famous gardensમાં કોઈ પણ બાગ બીજી વાર આ યાદીમાં ન આવે તે શરતનું પાલન કરીને આપણા દેશના એક એક નામી બાગમાં ફિલ્માવાયેલાં ગીતો રજૂ કરાયાં છે.

Favorite Scenes Showing Kathak Footwork (danced by Gopi Krishna, Sitara Devi, and Roshan Kumari) - અહીં રજૂ કરેલાં નૃત્ય ગીતોમાંથી ન સાંભળવા મળેલ બે ગીતો અને સત્યજિત રેનીફિલ્મ્નું એક એમ ત્રણ ક્લિપ્સ મેં અહૂં મૂકી છે:
K.N. Singh – My Memorable Roles (1963) –'દરેક અભિનેતા જાણે છે કે નવા નવા આવેલા કળાકાર માટે કેમેરાની સામે લાંબી ચાલનો અભિનય કેટલો કપરો અનુભવ છે. કેમેરા બહુ કડક દર્શક - એક આંખાવાળો દૈત્ય- છે જે અભિનેતાની નાની નાની સ્વાભાવિક પણ સરવાળે મૂરખી હરકતોની પણ નોંધ રાખે છે. જો કે આ માત્ર અભિનેતાને જ લાગું પડે છે એમ થોડું છે? તમારી એક એક હિલચાલની નોંધ લેતી આખો ઓરડો ભરીને મડાયેલી આંખો પેલા કેમેરા કરતાં પણ વધારે ખતરનાક હોય છે !'
કે એન સિંગ એ આર કારદાર દ્વારા દિગ્દર્શીત ફિલ્મ 'બાગબાન'નમાં તેમનાં પાત્રનું બહુ મૂલ્ય ગણે છે. તેમાં તેમણે શારીરીક હાવભાવથી હિંસાને નહીં પણ અભિનયની માનસીક રજૂઆત વડે વિલનની કરડાકી અને બદમાશી દેખાડ્વાની હતી. આ પાત્રને કારણે તેઓ ફિલ્મોમાં વિલન તરીકે પ્રસ્થાપિત થયા

સોંગ્સ ઑવ યોરની Best songs of year શ્રેણીની સફરમાં આપણે ૧૯૪૮નાં જાણીતાં અને ઓછાં જાણીતાં ગીતોની સફર ના મોહમ્મદ રફી, મૂકેશ, જી એમ દુર્રાની અને સુરેન્દ્રનાં ગીતો અન્ય પુરુષ ગાયકોનાં સૉલો ગીતો.

અને હવે મુલાકાત કરીએ અન્ય પ્રકાશનો પરની નિયમિત કોલમોની :

જન્મભૂમિ પ્રવાસીની રવિવારની 'મધુવન' પૂર્તિમાં શ્રીકાંત ગૌતમની 'રાગરંગ' કોલમના મે ૨૦૧૭ના લેખો:

'ગુજરાત સમાચાર'માં દર શુક્ર્વારે પ્રકાશિત થતી કોલમ 'સિને મેજિક'માં અજિત પોપટના લેખો હમણાં થોડા સમયથી નિયમિત રીતે વેબસાઈટ પર અપડેટ થતા નથી. શ્રી અજિતભાઈ પોપટે ખાસ ચીવટ લ ઈને ખેમચંદ પ્રકાશ પરના આ લેખો આપણને મોકલ્યા છે.. ખૂબ ખૂબ આભાર સહ....
જુલાઈ, ૨૦૧૭માં વેબ ગુર્જરી પર 'ફિલ્મ સંગીતની સફર'માં પ્રકાશિત થયેલા લેખો:
આજના અંકની સમાપ્તિ કરતી વખતે મોહમ્મદ રફીનાં મદન મોહને રચેલાં, પણ ખાસ ન સાંભળવા મળેલ

ઊંચે ઊંચે મહલોંવાલે (ફિલ્મ જાગીર, ૧૯૫૯)

અને રીલીઝ ન થયેલું એવું એક ગીત હર સપના ટૂટે એક દિન ઈસ દુનિયામેં 

અને એક બન્નેને અંજલિ આપતા ગાયક ખાલિદ બૈગના જાહેર કાર્યક્રમની ક્લિપ પસંદ કરેલ છે


હિંદી ફિલ્મોનાં વીન્ટેજ અને સુવર્ણ યુગનાં ગીતોને લગતા લેખોના નવા નવ સ્ત્રોત વિષે આપનાં સૂચનો વડે આપણા આ દરેકને વધારે સમૃધ્ધ બનાવવામાં આપનો સહકાર મળતો રહેશે તેવી આશા સાથે....
Post a Comment