Tuesday, March 21, 2017

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - માર્ચ,૨૦૧૭



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં માર્ચ,૨૦૧૭ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આજના અંકની શરુઆત આપણે ગુણવત્તાના જીવનનાં જુદાં જુદાં પાસાં પર પ્રભાવને લગતા એક લેખથી કરીશું.
Trends That Are Affecting the Future of Quality Management by Debra Kraft - પૂર્ણ ગુણવત્તા સંચાલનની દૃષ્ટિએ ગુણવત્તા સંચાલનના સિધ્ધાંતોનો વ્યાપાર ઉદ્યોગમાં વ્યાપક સ્તરે સ્વીકાર થતો જોવા મળે છે. તે સાથે હવે લાંબા ગાળાની ટકી રહી શકવાની નીતિઓ અને વ્યૂહરચનાઓ પર વધારે ધ્યાન અપાઈ રહ્યું છે. ...ગુણવત્તા સંચાલન વ્યાપાર ઉદ્યોગની દરેક પ્રવૃત્તિમાં આવરી લેવાવું જોઈએ.
લાંબા ગાળે સ્વચાલિતપણે ટકી રહેવાની ચર્ચાના સંદર્ભમાં આજે આપણે "'તારૂં મારૂં સહિયારૂં'ની કરૂણાંતિકા"[ The tragedy of the commons (TOTC)] પદપ્રયોગ વિષે વાત કરીશું.
The tragedy of the commons - એ બધાં વચ્ચે વહેંચાનારી સાધનસંપત્તિમાં આવરી લેવાતી આર્થિક પરિસ્થિતિનો સિદ્ધાંત છે. દરેક વ્યક્તિ બધાં વચ્ચે વહેંચાયેલ સાધન સંપત્તિઓનો સર્વસુખાયના પાયાના વિચારોથી વિપરીતપણે ઉપયોગ કરવા લાગે છે ત્યારે વૈયક્તિક દરે વપરાશ થયો હોત  તે કરતાં સામુહિકપણે થતો વપરાશનો દર ઘણો વધારે થતો જોવા મળે છે.

Tragedy of the Commons - એનિમેટૅડ વિડિયોની આ શ્રેણી હળવી અને સહેલાઈથી સમજાય તે રીતે વિષયને લગતા પારિભાષિક શબ્દો કે સિધ્ધાંતોનો પરિચય કરાવે છે.

Part 1

Part 2


પ્રસ્તુત વિડિયોમાં બધાની મનાતી સાધનસંપત્તિની વાત કરવામાં આવી છે. બધાની મનાતી સાધનસંપત્તિ બધાના વપરાશમાંથી બાકાત નથી રખાતી પણ તેના વપરાશમાં (અવશ) સ્પર્ધા થતી જોવા મળે છે.જેમ કે તળાવમાંથી માછલી પકડવામાંથી કોઈને બાકાત ન રાખી શકાય, એક જેટલી ધારે માછલી પકડે તેટલી બીજાના ભાગમાં ઓછી થવાની એ હિસાબે  દરેક માછલી પકડનાર એકબીજાંનો ફરીફ છે.  કોઈને બાકાત ન રાખી શકાય પણ બધાં વાપરનારાં એકબીજાનાં હરીફ છે તે પરિસ્થિતિને "'તારૂં મારૂં સહિયારૂં'ની કરૂણાંતિકા"[ The tragedy of the commons (TOTC)]" તરીકે ઓળખવામાં આવે છે. આપણે જે દાખલો જોયો છે તેમાં તળાવમાંથી માછલીઓ જ મળતી બંધ થવાના તો અનેક દાખલાઓ નોંધાયા છે. 'તારૂં મારૂં સહિયારૂં'માં સાધનસંપત્તિનો વપરાશ અનેક ગણો વધે છે અને તેની સંભાળ તેટલાં જ પ્રમાણમાં ઓછી થતી હોય છે. આમ કેમ થતું હશે? આને કેમ રોકી શકાય? આ માટે કામે લગાડાતાં પ્રોત્સાહનોની ચર્ચા કરવાની સાથે નોબેલ પારિતોષિક વિજેતા એલીનોર ઑસ્ટ્રૉમનાં આ વિષય પરનાં યોગદાનની પણ વાત કરીશું -

ગૅરૅટ જેમ્સ હાર્ડીનનાં બધાં કામમાં આપણે જૈવનીતિશાસ્ત્રનો એક સામાન્ય તાર વણાયેલો જોવા મળે છે. તાલીમે  તેઓ પર્યાવરણવિદ અને સૂક્ષ્મજીવાણુવિજ્ઞાની હોવાની સાથે તેઓએ માનવીય પર્યાવરણશાસ્ત્રના કેલિફોર્નીયા યુનિવર્સિટીમાં ૩૦થી વધારે વર્ષો સુધી અધ્યાપન પણ કરેલ છે. આ બધાં ઉપરાંત તેમની વધારાની ઓળખ તેમના ૧૯૬૮ના લેખ - The Tragedy of the Commons - માટે ગણવામાં આવે છે.ગૅરૅટ હાર્ડીનનાં લખાણો આપણને આપણી આસપાસનાં વાતાવરણ પ્રત્યે જવાબદારીપૂર્વક વર્તવા પ્રેરે છે, જેથી આપણી આજ અને નવી પેઢીની આવતી કાલ ઈષ્ટતમ બની રહે.

The Tragedy of the Commons વિષયને લગતા એક ઈન્ટરવ્યુમાં તેઓ કહે છે કે, 'The Tragedy of the Commons વિષે લખવાનો મારો આશય એ હકીકતથી અવગત કરવાનો છે કે સંસાધનોની વહેંચણી,તેમાંથી બહુ ખેંચી લેવાની વૃત્તિથી નહીં,પણ  સ્વાભાવિક માનવ પ્રકૃતિ અનુસાર કરવી જોઈએ.

વિક્ટર એમ પૉન્સ હાર્ડીનના આ બહુખ્યાત લેખનું વિવેનાત્મક વિશ્લેષણ કરતાં કહે છે કે, 'બધાં વચ્ચે વહેંચાતાં પ્રકૃતિક સંસાધનોને જનસાધારણ માટેની ગણવામાં આવે છે.અહીં 'વહેંચાતાં'નો અર્થ એમ કરવામાં આવે છે કે કોઈનો એ સંસાધનના કૉઇપણ ભાગ પર કોઈ પર હક્ક ન હોવા છતાં બધાં પોતપોતાની ઈચ્છા અનુસાર તેનો વપરાશ કરે છે.અહીં જે દુઃખદ વાત તે  છે કે કોઈ પણ પ્રકારનાં નિયમન ન હોવાને કારણે દરેક જણ પોતાને મનફાવતો, મોટા ભાગે બેરોકટોકપણે,  તેનો વપરાશ કરે છે. આ સંજોગોમાં આ જનસાધારણ સંસાધન ઝડપથી ખાલી થવા લાગે છે અને  છેલ્લે ખતમ થઈ જાય છે...જે સમાજે લાંબે સુધી ટકી રહેવું છે તેમણે તો જનસાધારણ માટેનાં સંસાધનોના વપરાશ ઉપર નિયમનો દાખલ કરયા સિવાય છૂટકો નથી. નિયમનો ટકી રહેવા માટે ચૂકવવી પડતી  કિંમત છે. છે તો તે સૌથી ઓછી ઇચ્છવાલાયક વ્યૂહરચના, પણ તેમ ન કરવાથી તો અણવાંછિત પરિણામ વહેલાં આવી પડે તેવી  કરૂણાંતિકા જ છે.
'તારૂં મારૂં સહિયારુ"ના સિધ્ધાંતને સમજવા માટે આ એક નાની કસોટી કરીએ.
ધારો કે એક હોડી પર કેટલાંક લોકો સવારી કરી રહ્યાં છે.અચાનક જ એક વ્યક્તિને પાગલપન સવાર થાય છે અને તે હોડીમાં કાણું કરવા મંડી પડે છે.હવે બાકીનાં લોકોપાસે આ ત્રણ વિકલ્પ છે :
ક. કાણું પાડવાનું જૂએ રાખો અને અંદાજ બાંધો કે પેલો કેટલી ઝડપથી કાણું  પાડી રહ્યો છે,
ખ. એક લાઈફ જેકેટ પકડો અને હોડીમાંથી કૂદી પડો, કારણકે હોડી હવે ડૂબવાની છે તે તો નક્કી જ છે, કે પછી
ગ. એ ગાંડીયાને કાણું કરતાં રોકો, તેના હાથમાં જે ડ્રીલ છે તેને બહાર ફેંકી દો જેથી ફરીથી પેલો કે કોઈ બીજું મંડી ન પડી શકે.
જો તમારો જવાબ (ક) છે, તો તેમને ખયાલ નથી કે હોડી એ 'જનસાધારણ" જણસ છે,. એટલે તમે કસોટીમાં સફળ નથી રહ્યાં. જો તમારો જવાબ (ખ) છે તો તમને ઍટલી ખબર છે કે હોડી 'જનસાધારણ' જણસ છે, પણ એ 'તમારી' પણ 'જનસાધારણ' જણસ છે તે તમને ખબર નથી, એટલે તમે પણ કસોટી પાર નથી કરી શકતાં.જો તમારો જવાબ (ગ) છે તો તમને ખબર છે કે હોડી 'જનસાધારણ' જણસ છે અને તેને ટકાવી રાખવા માટે પણ તમે તૈયાર છો, કેમકે તમે સમજો છો કે તમારી સલામતી અને સગવડ (અને તમારી જિંદગી પણ) તે સચવાયેલ રહે તેમાં છે. એવું માની શકાય કે મોટાં ભાગનાં (સમજુ) લોકોને ત્રીજો વિકલ્પ જ પસંદ પડ્યો હશે.
તારણ એમ નીકળે કે જ્યારે જનસાધારણના હક્કો શરૂ થાય ત્યારે વ્યક્તિના હક્કોની સીમા આવી ગઇ. તેનાથી ઉલટું, જનસાધારણના હક્કો વ્યક્તિના હક્કો સાથેજ પૂરા થાય છે.એટલે 'તારાં મારાં સહિયારા"ની કરૂણાંતિકાને થતી અટકાવવી હોય તો આ બે હક્કો વચ્ચે સંતુલન પ્રસ્થાપિત કરવું એ જ લાંબા ગાળે ટકી રહી શકે તેવો ઉપાય છે.
TOTC પરની આજની ચર્ચાનાં તારણ રૂપે મેં ત્રણ લેખ પસંદ કર્યા છે જે આ વિષયને પર્યાવરણના લાંબા ગાળાનાં તકી રહેવાના આજના સંદર્ભ તરફ આપણને દોરી જાય છે.

Strengthening Sustainability in Urban Communities. Exchanging Transatlantic Best Practices વિશ્વ-કક્ષાનાં ટકી રહે તેવાં શહેર માટેનું દીર્ઘદર્શન સ્પષ્ટ કરે છે.
Tragedy of the Commons - બેંગલુરૂની એક સત્ય ઘટના - બેંગલુરૂ ટેક પાર્કની બહારના એક કચરાના મોટા મસ ઢગલાને ડેલનાં કર્મચારીઓ ઠેકાણે પાડે છે.
હવે આપણે આપણું ધ્યાન આપણા નિયમિત વિભાગો તરફ વાળીશું.
ASQ પરના વિભાગ - Ask The Experts - પરથી આપણા આપણા આ અંકમાટે પસંદ કરેલ સવાલ - ISO 9001:2015ના સંદર્ભમાં ગુણવત્તા સંચાલકે મુખ્યત્ત્વે શું પરિણામો સિધ્ધ કરવાં જોઇએ -ના જવાબમાં જણાવાયું છે કે નવાં સ્ટાન્ડર્ડમાં જોખમ આધારિત વિચારસરણી ચલણી બની ગયા પછી ગુણવત્તા સંચાલક અને ગુણવત્તા પ્રતીતીકરણ વિભાગે તેમના વિભાગ અને પ્રક્રિયાનાં આયોજિત પરિણામો સિધ્ધ કરવાનાં રહે છે. તે ઉપરાંત કંપનાઈ લક્ષ્ય અને હેતુને લગતાં જોખમો પારખવાનું કામ પણ કરવાનું છે.  
ASQ CEO, Bill Troy  માર્ચની ચર્ચા માટેનો પ્રશ્ન - ગુણવત્તા વ્યાવસાયિકોને "ભૂતકાળના ળિસોટા" બનતાં કેમ રોકી શકાય?ગુણવત્તા વ્યવ્સાયમાં સમગ્રપણે અને વ્યક્તિગત સ્તરે પુનઃચેતનવાન કરવા માટે અને નવી પેઢીને વ્યવસાયમાં આકર્ષવા માટે શું  અનુકૂલન કરવાં જોઈએ? - અને તેના પરની ચર્ચા રજૂ કરે છે.
ASQ TV પરનાં કેટલાંક વૃતાંત:
  • Customer Experience and Employee Engagement Through LSS - સ્પ્રિંગફીલ્ડ ક્લિનિક્નાં ડાયરેક્ટર ઑવ ઓપરેશન્સ સારા સ્કીટર્સે, એ સમયે HSHS Medical Groupમાટે કામ કરતાં કરતાં કાર્યક્ષમતા વધારવા માટે અને ગ્રાહકોનાં અનુભવોમાં વૃધ્ધિ કરવા માટે લીન સિક્ષ સીગ્માનો અમલ કરવાનું શરૂ કર્યું.એક ઇન્ટરરવ્યૂ પર આધારિત પ્રસ્તુત વિડીયોમાં તેને લગતી તાલિમની ચર્ચા કરવાની સાથે લીન સિક્ષ સીગ્મા વડે કેમ ગ્રૂપનાં લક્ષ્ય સિધ્ધ કર્યાં તે તેઓ જણાવે છે.
  • Align Objectives for Great Results - ૨૦૧૬ની ઇન્ટરનેશનલ ટીમ એક્ષલન્સ પારિતોષિકની અંતિમ ચરણની સ્પર્ધક ટીમ 'કંપલેન્ટ બસ્ટર' કાંસ્ય પદક જીતી ગઈ.ટેલીફૉનીકા આર્જેન્ટીનાનાં લીન સીક્ષ સિગ્મા બ્લૅક બેલ્ટ, ઈવાના કૅસ્ટ્રો અને તેમનાં સાથીઓ તેમની પરિયોજનાને કંપનીનાં વ્યૂહાત્મ્ક આયોજનની પાર્થમિકતાઓ સાથે સાંકળી લેવા માગતાં હતાં.પ્રસ્તુત ઇન્ટરવ્યૂમાં કૅસ્ટ્રૉ એ પરિયોજના અને બીલીંગ ફરિયાદોને ૫૦% જેટલી ઘટાડવા માટેના લક્ષ્ય વિષે ચર્ચા કરે છે.
  • Corrective and Preventive Action and Knowing the Difference - પ્રસ્તુત વિડીયોમાં બીનઅનુપાલન, સુધારણા પગલાં અને નિવારણ પગલાં વિષે ચર્ચા કરવામાં આવી છે, જેમાં ભૂલ થતી રોકવામાં એ ત્રણેનાં મહત્ત્વને સમજાવાયું છે.

સંબંધિત:

  • Don't Confuse Nonconformance, Corrective, and Preventive Actions - બીનઅનુપાલન, સુધારણા પગલાં અને નિવારણ પગલાં વચ્ચે અને તેમને લગતી પ્રક્રિયાઓમાં મહત્ત્વના તફાવતો છે.

Jim L. Smithનાં ફેબ્રુઆરી, ૨૦૧૭નાં Jim’s Gems:

Solving Problems Effectively: Resolving root cause is as fundamental as ABC - આંતરિક કે બાહ્ય નિષ્ફળતાનાં મૂળ કારણો દૂરકરવાં એ ગ્રાહકના સંતોષ, ગુણવત્તા સુધારણાનો ખર્ચ કે પછી બજારમાં ટકી રહેવા સુધ્ધાં માટે આવશ્યક છે. મૂળ કારણ સુધી પહોંચવાની પ્રચલિત પધ્ધતિ છે 'કેમ?' કે 'કેમ નહીં?' સવાલને વારંવાર પૂછ્યા કરવા. કેટલે સુધી ઊંડે જવું ઃએ તે જાણવું પણ જરૂરી બની રહે છે..….તપાસમાં ભાર ગુણવત્તા તંત્ર પર રહેવો જોઈએ.ગુણવતાં તંત્રવ્યવસ્થા હોવા છતાં અનુપાલનની ખામી ક્યાંથી ઘૂસી ગઈ તે જાણવું જોઈએ.તંત્રવ્યવસ્થામાં ક્યાં કચાશ છે?  કોઈના પર દોષનો ટોપલો ઢોળી દેવાને બદલે લક્ષ્ય હોવું જોઈએ વધારેને વધારે તંત્ર વ્યવસ્થાભિમુખ સુધારણાઓ ખોળી કાઢવા પર અભાર મુકવાનું.

આપણા આ બ્લૉગોત્સવમાં આપણે ગુણવત્તાના દરેક પાસાંનો જીવનના દરેક પાસાં સાથે સંબંધનો રંગપટ આપણી નજર સમક્ષ લાવવા ઈચ્છીએ છીએ. આપના આ બાબતે થયેલા અનુભવો આ રંગપટને વધારે અર્થપૂર્ણ બનાવશે. આપના અનુભવો અને સુચનો અમારી સાથે વહેંચવાનું અમારું હાર્દિક ઈજન છે.....

આ અંકમાં દર્શાવેલ ઇમેજના પ્રકાશાનાધિકાર તેના રચયિતાના જ રહે છે.

No comments: