Sunday, November 27, 2016

સચિન દેવ બર્મન અને મોહમ્મદ રફી - દેવ આનંદ સિવાય અન્ય કલાકારો માટે ગવાયેલાં સૉલો ગીતો :: [૨]




સચિન દેવ બર્મન અને મોહમ્મદ રફી - દેવ આનંદ સિવાય અન્ય કલાકારો માટે ગવાયેલાં સૉલો ગીતોના પહેલાઅંક પછી કંઈક અંશે લાંબા અંતરાલ બાદ આજે બીજો અને અંતિલ અંત આપની સમક્ષ રજૂ કરૂં છું.
પુરુષ પાર્શ્વગાયકોના સંદર્ભમાં જોઈએ સચિન દેવ બર્મન તેમની પસંદગીમાં એક તરફ અમુક સમયમાં કોણ વધારે પ્રચલિત છે તે બાબતને મહત્ત્વ આપતા જણાય છે, પણ સાથે સાથે પોતાનાં ગીતને કોણ વધારે ન્યાય કરી શકશે તે બાબતનો પણ ચોક્કસ આગ્રહ પણ સેવતા જણાય છે. સચિન દેવ બર્મનની સમગ્ર કારકીર્દીને જોઈએ તો તેમણે સૌથી વધારે કામ કિશોર કુમાર અને મોહ્મ્મદ રફી સાથે કર્યું છે એ બાબત તો બહુ સ્પષ્ટ તરી આવે છે. તેમણે કોઈ પણ ફિલ્મમાં મુખ્ય પાર્શ્વગાયક તરીકે એક સાથે બે પુરુષ ગાયકોને લીધા હોય તેવું દેવ આનંદ અભિનિત ફિલ્મો માટે જ બનતું. મોહમ્મદ રફીએ સચિન દેવ બર્મનનાં ગીતો માટે દેવ આનંદ માટે એક ખાસ શૈલી વિકસાવી હતી. તે જ રીતે દેવ આનંદ સિવાયના નાયકો માટે પણ સચિન દેવ બર્મનનાં ગીતોમાં એક બહુ જ અલગ મોહમ્મદ રફી ઊભરી આવતા જોવા મળે છે.
દિલમેં એક જાન-એ-તમન્નાને જગહ પાયી હૈ, આજ ગુલશનમેં નહીં ઘરમેં બહાર આયી હૈ - બેનઝીર (૧૯૬૪) - ગીતકાર શકીલ બદાયુની - પર્દા પર અદાકાર :  શશી કપૂર
યુવાનીની તાજગીથી ખીલું ખીલું થતી કળી જેવી યુવતીને જોઈ લેતાંની સાથે મનમાં લડ્ડુ ફુટવાનો જે આનંદ છલકી પડે તે ગીતમાં ફૂટી નીકળે છે.
આવું રમણીય આપણું દિલ હરી લેતું હોય તો નાયિકાનાં દિલની શી વિસાત! અને કેમ ન હોય જ્યાં પહેલા પ્રેમનો ઇઝ઼હાર આટલો બધો રોમાંચક હોય....

ઓ ઝીંદગી તૂ ઝૂમ લે જરા, સાઝ-એ-દિલ પર કોઈ ગીત ગા - કૈસે કહું (૧૯૬૪) - ગીતકાર શક઼ીલ બદાયુની - પર્દા પર કલાકાર વિશ્વજીત
ફિલ્મની સીચ્યુએશન મુજબ હૉટેલના ડાંસ ફ્લૉર પર મહેમાનોનાં દિલને બહેલાવવાનું ગીત, એટલે ધુન દિલથી ડોલાવી દેતી બનાવાઈ છે, પણ ફિલ્મની વાર્તાના તાણાવાણાને પણ સાથે વણી લેવાના છે એટલે ગાયકના અવાજમાં એક એવી અલગ જ કક્ષાની ખૂબી જોઇએ, જે ગીતને સામાન્ય નૂત્ય ગીતમાંથી એક સ-રસ રોમાંટીક ગીતની કક્ષાએ મૂકી આપે છે.

દિલકા દર્દ નિરાલા કિસકો સુનાઉં કોઇ નહી આજ સમજને વાલા- કૈસે કહું (૧૯૬૪) - ગીતકાર શક઼ીલ બદાયુની - પર્દા પર કલાકાર બિશ્વજીત
દિલની ગહરાઈઓમાંથી ઊઠતાં દર્દને વાચા આપતું એક બહુ જ નાજુક ગીત

૧૯૬૦ના દાયકામાં બનતી એકદમ હળવીફૂલ ફિલ્મોમાં 'ઝીદ્દી' પોતાનું સ્થાન જમાવી શકી તેનાં ગીતો થકી. ફિલ્મનાં બધાં ગીતોમાં સંગીતમાં અને રફીના અવાજમાં યુવાનીની મસ્તી છલકતી સાંભળવા મળે છે. રફી તેમની ટ્રેડ માર્ક બનતી જતી બધી જ હરકતોને પણ બખૂબી પેશ કરી રહ્યા છે.
ઝીદ્દી (૧૯૬૪) - ગીતકાર હસરત જયપુરી- પર્દા પર જોય મુખર્જી
તેરી સુરત સે નહીં મિલતી કિસીકી સુરત, હમ જહાંમેં તેરી તસ્વીર લિયે ફિરતે હૈં - 

જાનું ક્યા મેરા દિલ અબ કહાં ખો ગયા, બોલો બોલો અય ગુલનાર કુછ તો બોલો

પ્યારકી મંઝિલ મસ્ત સફર, તુમ હો હસીં હમ હૈ જવાં, સામને તુમ ભી ફિર ભી હમેં હોશ નહીં હમ હૈ કહાં

આ પછી એસ ડી બર્મનની ત્રણ ફિલ્મો આવી જેમાં દેવ આનંદની મુખ્ય ભૂમિકા હતી. ગાઈડ (૧૯૬૫)માં ત્રણ બેનમૂન સૉલોની સાથે કિશોર કુમારને પણ એક યુગલ ગીત ગાવા મળ્યું. એ જ વર્ષે રજૂ થયેલી 'તીન દેવીયાં'નાં કુલ છ ગીતોમાંથી કિશોર કુમારને ફાળે ૧  ગયેલ સૉલો અને ત્રણ યુગલગીતોની સામે રફીનાં બે સૉલો ગીતો હતાં. ૧૯૬૭ની 'જ્વેલ થીફ'માં કિશોર કુમારનાં એક સૉલો અને એક યુગલગીતની સામે રફી એક યુગલ ગીતમાં જોવા મળ્યા.
બીજા દાયકાના અંત સુધીમાં એસડી-રફીનાં સહકાર્યના અંતની અચૂક શરૂઆત થઇ ચૂકી હતી. જાણે બુઝતી શમા છેલ્લે વધારે રોશની આપવા મથતી હોય તેમ  એસડી-રફીની જ્યોતનું તેજ ઘટ્યું નહોતું, પણ જ્યોત નાની થવાનું જરૂર શરૂ થઇ ચૂક્યું હતું.
૧૯૬૭માં જ્વેલ થીફથી શરૂ થઇ ૧૯૭૪માં તેમની છેલ્લી સાથે આવેલી ફિલ્મ 'ઉસ પાર'નો ત્રીજો સમયખંડ
આ સમયખંડમાં સચિન દેવ બર્મનની ૨૬ ફિલ્મો રજૂ થઈ જેમાં મોહમ્મદ રફીને ફાળે (માત્ર) ૩ સૉલો ગીતો સહિત કુલ ૧૩ ગીતો આવ્યાં. એ સમયની પરિસ્થિતિનો ક્યાસ મેળવવા પૂરતું આની સામે કિશોર કુમારનાં ગીતોની સંખ્યા સામે નજર કરીએ - કુલ ૫૭ ગીતો, જેમાંથી ૨૮ સૉલો ગીતો. બીજા દાયકાની પરિસ્થિતિ હવે અરીસામાંનાં પ્રર્તિબિંબની જેમ સાવ ઉલટ પુલટ થઇને દેખાવા લાગી છે.
આજ તો છે ફિલ્મ જગતનાં ફટકીયાંપણાંની વરવી તાસીર !
મહેબુબા તેરી તસ્વીર કિસ તરહા બનાઉં - ઈશ્ક઼ પર જોર નહીં (૧૯૭૦) - ગીતકાર આનંદ બક્ષી પર્દા પર અદાકાર ધર્મેન્દ્ર
આ પછીની નયા અંદાઝ, ‘જુગનુ જેવી ફિલ્મોમાં એસડીએ ધર્મેન્દ્ર માટે કિશોર કુમારનો સ્વર વાપર્યો હતો.
આમ એસડી-રફીની સોળ કળાની ક્ક્ષાનું આ છેલ્લું સૉલો ગીત કહી શકાય.

અય મેરે મન – ઉસ પાર (૧૯૭૪) – ગીતકાર : યોગેશ - પર્દા પર અદાકાર: વિનોદ મહેરા
એસ ડી બર્મન - મોહમ્મદ રફીના સહકાર્યની તવારીખનું છેલ્લું ગીત. એસ ડી બર્મન અને મોહમ્મદ રફીનાં સમીકરણનાં વ્યાકરણનો  હિસાબ સાચો છે, પણ તેમાં જે પેલો જાદૂ હતો તે લુપ્ત થઇ ગયો છે.

સચિન દેવ બર્મનનો હાસ્ય કલાકારો માટે પાર્શ્વગાયનમાં મોહમ્મદ રફી નો અનોખો ઉપયોગ
સચિન દેવ બર્મને રફી સાથેના સહકાર્યના બીજા દાયકામાં હાસ્ય કલાકારો માટે પણ પાર્શ્વગાયનમાં મોહમ્મદ રફીના સ્વરનો જ બખૂબી ઉપયોગ કર્યો હતો. એ ગીતોને પણ સચિન દેવ બર્મન-રફી સંયોજનની એક મહત્ત્વની કડીના રૂપે માણી લઈએ.
સર જો તેરા ચકરાયે યા દિલ ડૂબા જાયે આજા પ્યારે પાસ હમારે કાહે ગભરાયે - પ્યાસા (૧૯૫૭) – ગીતકાર : સાહિર લુધ્યાનવી - પર્દા પર અદાકાર : જોહ્ની વૉકર
કહેવાય છે કે 'પ્યાસા' જેવા ભીર વિષય વાળી ફિલ્મમાં આવું સાવ 'ફાલતુ' ગીત મૂકવા માટે સંગીતકાર કે ગીતકાર બીલ્કુલ રાજી ન હતા. પણ જ્હોની વૉકરનું એ જમાનામાં વજન એટલું કે ફિલ્મમાં તેમને કમસે કમ એક ગીત તો આપવું જ પડે. મજાની વાત તો એ રહી કે આ ગીત એ સમયે તો લોકપ્રિય થયું જ થયું, પણ આ પ્રકારનાં ગીતોનાં એક આગવા પ્રકારમાં હંમેશાં શીરમોર સ્થાન પણ બનાવી રાખતું રહ્યું.

હમ તુમ જિસે કહતા હૈ શાદી - કાગઝ કે ફૂલ (૧૯૫૯) - ગીતકાર : કૈફી આઝમી - પર્દા પર અદાકાર : જોહ્ની વૉકર

હમ તો હૈ તુમ દિલ સે ફિદા - બેવકૂફ (૧૯૬૦) - ગીતકાર : મજરૂહ સુલતાનપુરી - પર્દા પર અદાકાર : આઈ એસ જોહર
ફિલ્મમાં મુખ્ય કલાકારો કિશોર કુમાર અને માલા સિંહા છે, એટલે આઈ એસ જોહર નાયકના મિત્રનું પાત્ર ભજવતા હશે. તેમને ભાગે પણ એક ગીતની સીચ્યુએશન પણ ફાળવવી જ પડે.  આ ગીતમાં  હિંદી ફિલ્મોમાં રૂઠેલી પ્રેમિકાને મનાવવાની કયામતથી સારી સીચ્યુએશન ક્યાંથી મળે ? ગીતના અંતરામાં બર્મન કેમ્પનું સીગ્નેચર વાજીંત્ર માઉથ ઓર્ગનનો ઉપયોગ ખાસ ધ્યાન ખેંચે છે.
તૂમ મેરે સાથ હો - મિયાં બીબી રાજી (૧૯૬૦) – ગીતકાર: શૈલેન્દ્ર - પર્દા પર અદાકાર : મહેમૂદ
હાસ્ય કલાકાર પણ પોતાના પ્રેમનો ઈઝહાર પણ અનોખી હળવી રીતે જ કરે !

મૈં હૂં ભોલા  વ્યોપારી- મિયાં બીબી રાજી (૧૯૬૦) – ગીતકાર: શૈલેન્દ્ર - પર્દા પર અદાકાર: મહેમૂદ
જીંદગીમાં હંસી મજાકથી પેટનો ખાડો પૂરો તો પૂરાય નહીં ને !

આ પછી ૧૯૬૨માં આવેલી 'બાત એક રાત કી'માં સચિન દેવ બર્મને જ્હોની વૉકર ઉઅપર ફિલ્માવયેલાં બધાં જ (યુગલ) ગીતો મોહમ્મદ રફીના કંઠમાં, મોહમ્મદ રફીની જ્હોની વૉકર માટે સીગ્નેચર શૈલીમાં જ રેકોર્ડ કર્યા, સિવાય કે  મન્ના ડેના સ્વરમાં ગવાયેલું અદ્‍ભૂત સૉલો ગીત - કિસને ચિલમન સે મારા નઝ઼ારા મુઝે. આ પછીથી સચિન દેવ બર્મને રફીનો હાસ્ય કલાકારોમાટેનાં ગીતોમાં ખાસ કોઈ ઉપયોગ નહોતો કર્યો. જો કે એ પછીનો કૉમેડીનો સમય મહેમૂદનાં વર્ચસ્વવાળો પણ રહ્યો. મહેમૂદે પોતાની આગવી પહેચાન સ્વરૂપે પણ પોતાનાં ગીતો માટે, કેટલાક અપવાદો સિવાય, મન્નાડેનો અવાજ મહદ અંશે વાપરવાનો આગ્ર્હ રાખો હતો.
સચિન દેવ બર્મન - મોહમ્મદ રફીની આ આ ત્રણ દાયકાની આ ગાથાએ ઉતાર ચડાવ ઘણા જોયા. સચિન દેવ બર્મનની કારકીર્દીમાં મોહમ્મદ રફીનાં ગીતોનું સ્થાન અદકેરૂં રહ્યું, તો સામે મોહમ્મદ રફીની કારકીર્દીમાં પણ સચિન દેવ બર્મને સંગીતબધ્ધ કરેલ ગીતોની અનોખી ભાત હંમેશ માટે સન્માનીય લોકચાહ મેળવતી રહેશે. .....

Tuesday, November 22, 2016

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - નવેમ્બર, ૨૦૧૬



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં નવેમ્બર સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
આ વર્ષે આપણે ISO 9001ની ૨૦૧૫ની સંવર્ધિત આવૃતિને પરિણામે થયેલ અલગ અલગ ફેરફારોની દરેક મહિને વાત કરી રહ્યાં છીએ.
અત્યાર સુધી આપણે


વિષે વાત કરી ચૂક્યાં છીએ.
આ મહિનાના આપણા અંકમાં આપણે ઑડીટીંગ વિષે જાણકારી મેળવીશું.

Transition to ISO 9001:2015. What will the auditor ask?  - મોટા ભાગે જે કંઈ ફેરફારો કરાયા હોય તેના પર ઓડીટર ધ્યાન આપતાં હોય. જો તે કિન્નાખોર હોય તો તેમની દાનત પકડી પાડવાની કે તમારા કરતાં પોતાને વધારે ખબર છે એમ જણાવવાની હોય કે પછી તે જો શુધ્ધ દાનતવાળાં, પ્રોફેશનલ અભિગમ ધરાવતાં ઓડીટર હશે તો તેમનું ધ્યાન સતત સુધારણા તરફ રહેશે. જે કંઈ ફેરફારો થયા છે તેનાં અનુપાલનમાં સંચાલન મંડળની સંન્નિષ્ઠતા અને સજ્જતાને પોરસવાની તેમનો દૃષ્ટિકોણ રહેશે.
What Is Auditing?  - ઓડીટ સમગ્ર સંસ્થાને આવરી લેતું હોઈ શકે કે પછી કોઈ ચોક્કસ કાર્યક્ષેત્ર કે પ્રક્રિયા કે તેના કોઈ એક ભાગને લગતું પણ હોઈ શકે. આ અંગે વધારે માહિતી પૂરી પાડવાની સાથે    The How and Why of Auditingમાં ઓડીટના નિષ્ણાત અને ASQના સહયોગી ડેનીસ આર્ટર ઓડીટર્સ તેમ જ ઓડીટીઓ માટે કેટલીક ટીપ્સ અને સલાહો રજૂ કરે છે.
The Positives and Pitfalls of Auditing Checklists  - ઓડીટીંગને લગતો કોઈ પણ અભ્યાસક્રમ હોય કે કોઈ પણ પુસ્તક હોય કે ઓડીટીંગને લગતું કોઈપણ સ્ટાન્ડર્ડ હોય, બધામાં એમ તો કહેવાયું જોવા મળશે કે સારી રીતે ઓડીટ કરવું હોય તો ચેક લિસ્ટ સાથે રાખવું જોઈએ ! વાત જોકે ઘણી મહત્ત્વની અને મહ્દ અંશે સાચી પણ છે. તે સાથે કેટલીક બાબતો પર ઢ્યાન આપવું પણ જરૂરી છે.પ્રસ્તુત લેખમાં ચેકલિસ્ટના ફાયદાઓ અને કેટલીક મહત્વની કચાશો ધ્યાનમાં લાવવાની સાથે એ કચાશોને દૂર કરવાના રસ્તા પણ જણાવાયા છે.
Audits that See Below the Surface Evaluate Internal Controls - પીટર ચેટલ બહુ સૂચક નિવેદન કરે છે કે જો આંતરિક નિયમનો પર વધારે ધ્યાન આપવામાં આવે તો ઓડીટ સપાટીથી નીચેની ઊંડાઈઓમાં ઉતરી શકે છે. આવાં આંતરિક નિયમનોના દાખલા :
  • નિશ્ચિત કરાયેલ જવાબદારીઓ, જવાબદેહીઓ, સત્તાઓ અને સત્તા વિતરણ
  • ફરજોનું વર્ગીકરણ
  • નીતિઓ, કાર્યક્રમો અને કાર્યપધ્ધતિઓ
  • લોકોના અનુભવો અને વિકાસ
  • સંરક્ષણાત્મક પગલાંઓ
  • આંતરિક ખરાઈ
  • દસ્તાવેજીકરણ
Explaining E-Audits: A Method for Remotely Conducting Audits  - ઓડીટીંગ નિષ્ણાત શૌન વિલ્સન ઈ-ઓડીટનો ઉપયોગ કરીને દૂર બેઠે સંસ્થાનું ઓડીટીંગ કેમ કરવું તે સમજાવે છે.ઈ-ઓડીટ માટે કઈ ચોક્કસ બાબતોને ધ્યાનમાં લેવાથી ઓડીટ અસરકારક બનાવી શકાય છે તે પણ ખ્યાલમાં આવી શકશે.
આ વિષય પર વિડીયો પણ બહુ જોવા મળે છે, જે પૈકી કેટલાક અહીં મૂક્યા છે
How to survive an ISO Audit
Quality Audit Preparation
What Not to Say during an ISO Audit Part 1 | Part 2 | Part 3
આપણે હવે ઓડીટને ISO 9001:2015ના સંદર્ભમાં મૂકતા કેટલાક લેખો અને વિડિયો જોઈશું.
The Most Important Audit Questions for ISO 9001:2015 - ક્રેગ કોશરન - પ્રોજેક્ટ મેનેજર, જ્યોર્જિયા મેન્યુફૅક્ચરીંગ એક્ષટેન્શન પાર્ટનરશીપ (GaMEP), જ્યોર્જિયા ટેક - ISO 9001:2015માં બહુ બધી નવી આવશ્યકતાઓ ઉમેરવામાં આવી છે જે આ પહેલાંનાં મોટા ભાગનાં ઓડીટમાં સમાવેશ નહોતી થતી. આ અંગે સરળતા બની રહે એ માટે, ISO 9001:2015ના સંદર્ભમાં મહત્ત્વના કહી શકાય એવા કેટલાક મહત્ત્વના પ્રશ્નો અહીં આવરી લેવાયા છે.
ISO 9001:2015 – The great leap forward for auditors! - પોતાના અનુભવ અને કાબેલિયતને નવાં પરિપ્રેક્ષ્યમાં અમલમાં મૂકવાના પડકારની સાથે સાથે પોતાનાં ઓડીટ વડે સંસ્થા માટે ઘણું ઉપયોગી સિધ્ધ કરી શકવાની તક પણ ISO 9001:2015 પૂરી પાડે છે.
Objective Auditing Meets ISO 9001:2015 - ઓડીટર્સ સંસ્થાને સંદર્ભ અને જોખમ વિષે સમજ કેળવવામાં શી રીતે મદદરૂપ થઈ શકે.- ઈન્દ્રજિત અરોડા - ઓડીટર્સે પણ સમજવું જરૂરી છે કે સંસ્થાના સંદર્ભ અને જોખમોને ગુણવત્તા સંચાલનના સિધ્ધાંત સાથે શું સંબંધ છે. જો આવત  ખરા અર્થમાં સમજાશે તો તેઓને સંથાની સંચાલન વ્યવસ્થાનાં ISO 9001:2015નાં અનુપાલનની પૂર્તતાઓ શોધવી સહેલી પડશે.
Auditing to ISO 9001:2015 - ISO 9001:2015 ના સંદર્ભમાં કઈ કઈ બાબતોને ઓડીટીંગ દરમ્યાન ધ્યાનમાં લેવી જોઈએ તે પ્રસ્તુત પ્રેઝન્ટેશનમાં રજૂ કરાયું છે.
How the Auditors View ISO 9001-2015 
ISO 9001: 2015નાં માળખામાં જે પાયાથી ફેરફારો કરાયા છે તે સંદર્ભમાં, ઓડીટીંગના એક મહત્ત્વના પ્રકાર, આંતરિક ઓડીટીંગની ભૂમિકા અને મહત્ત્વ બન્નેમાં પણ ખાસો ફરક પડતો જણાય છે.
The Internal Auditing of Management Systems ગ્રેહામ ડબ્લ્યુ પાર્કર - કામગીરી સાતત્યપણે થઈ રહી છે અને નિયમનમાં છે એવો ભરોસો પેદા થાય તે નક્કી કરી શકાય તે માટેના પુરાવા શોધવા એ ઓડીટીંગનું પ્રાથમિક કાર્ય છે. આ બધું અસરકારક અને કાર્યક્ષમ રીતે થઈ રહ્યું છે તે નક્કી કરવા માટે જે પૂરાવા એકઠા કરવામાં આવે છે તે બિલકુલ આનાથી ઊંધું જ સાબિત કરીને મૂળ આશયને ફળીભૂત કરવાના આશયથી કરાતું રહ્યું છે.
Preparing for ISO 9001: 2015 using your QMS - Part 5: Internal Audits  - નવી પેટાકલમ ૯.૨.૨ વધારે વિગતમાં જાય છે. પહેલાં કહેવાયું હતું કે 'ઓડીટ પ્રોગ્રામનું આયોજન પરિસ્થિતિ અને અગત્ય અનુસાર કરવાનું રહેશે'. તેને બદલે હવે કહેવાયું છે કે 'ઓડીટ પ્રોગ્રામનાં આયોજન, સ્થાપન, અમલીકરણ અને જાળવણી ... ગુણવત્તા હેતુઓ, સંબંધિત પ્રક્રિયાઓનું મહત્ત્વ, ગ્રાહક પ્રતિભાવ, સંસ્થાને અસર કરતા ફેરફારો જેવાં પરિમાણોને ધ્યાનમાં લઈને કરવાનાં રહેશે.' આ પહેલાંનાં ઓડીટ્સનાં પરિણામોની સમીક્ષા પણ આ નવી આવશ્યકતાના સંદર્ભમાં કરવાની રહે છે.
Five Main Steps in ISO 9001 Internal Audit  - જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો આંતરિક ઓડીટને 'જરૂરી દુષણ'ને બદલે ગુણવત્તા સંચાલન તંત્રવ્યવસ્થાની અંદર પ્રક્રિયા સુધારણા માટે એક અતિસબળ સાધનમાં ફેરવી નાખી શકાય.
અને હવે જોઈએ આંતરિક ઓડીટને લગતી કેટલીક વિડિયો ક્લિપ્સ
Understanding ISO 9001:2015: Internal audits

Meet the Internal Auditor 
When I Say Internal Auditor, You Think
Internal Audit - Mastering ISO 9001:2015
7 Deadly Internal Audit Sins 
Internal Auditing - A Love Story 
How to Succeed as an Internal Auditor 
Internal Auditing: A Career for Today, A Career for Tomorrow

ઓડીટના વિષયને આજ પૂરતો વિરામ આપતાં પહેલાં એક મમરો વધુ વિચાર કરવા અર્થે - Why Would you Want to be an Auditor?
આપણી હાલની શ્રેણીના અંતિમ મણકા સ્વરૂપે, ડીસેમ્બર, ૨૦૧૬ના અંકમાં આપણે ISO 9001:૨૦૧૫ પછી શું?  તે અંગેના વિકલ્પોની વાત કરીશું.
હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ
ASQ CEO, Bill Troy તેમના બ્લૉગકોલમમાં બહુ રસપ્રદ લેખ છે :  Interview With The
Creator of Mr. Pareto Head. લેખ આમ તો એક કૉમિક સ્ટ્રીપ - Mr. Pareto Head-ના સર્જક માઈક ક્રોસ્સેનનો ઇન્ટરવ્યુ છે.ઇલેક્ટ્રોનીક હાર્ડવેર ઉદ્યોગઓમાં વિવિધ કાર્યક્ષેત્રોમાં કામ કરતાં કરતાં ક્રોસ્સેન ગુણવત્તા વ્યવસાયમાં આગળ વધ્યા. ત્યાં તેમને ગુણવત્તા જેવા વ્યવસાયમાં કેમ હાસ્ય દેખાયુ અને કેમ કરતાં તેમાંથી Mr. Pareto Headનું સર્જન થયું તેની વાત દરેક વ્યાવસાયિક માટે બહુ અગત્યની શીખ આપી જાય છે. Meet "Mr. Pareto Head"
એ પછી હવે, આ માસનાં ASQ TV વૃતાંતમાં તાજેતરમાં પ્રકાશિત વિડિયો:

  • Around the World on a Bicycle, with Quality: આપણામાંના મોટા ભાગના લોકોને એક સ્વપ્ન હોય છે કે બહી જંજાળ છોડીને દુનિયાના પ્રવાસે નીકળી પડીએ.સુનીલ કૌશીકે આ કરી બતાવ્યું છે.સિક્ષ સિગ્મા પ્રશિક્ષક અને કન્સલટન્ટ એવા સુનીલ કૌશીક તેમનો વ્યવસાય છોડીને આખાં વિશ્વમાં ગુણવત્તાના સંદેશ સાથે સાઈકલ પર ફરી  આવ્યા.
  • Gemba Walks Improve Process, Communication, and Culture: પોતાની સંસ્થામાં ગેમ્બા વૉક્‍સને રોજબરોજના વ્યવહારો લાગુ પાડવાના અનુભવો ઐલીન સેર્રૅનૉ (બીઝનેસ ઓપ્ટીમાઈઝેશન નિષ્ણાત, રૉશ) આપણને જણાવે છે.તેમનું કહેવું છે કે આના કારણે કંપનીનાં વાતાવરણમાં નોંધપાત્ર સુધારો પણ જોવા મળે છે.
  • Quality Memes:  સામાજિક માધ્યમોમાં વપરાતી ભાષા સાથે પરિચિત લોકો જાણે છે કે "meme" એવી તસવીર કે વિડીયો કે આઈડીઆ માટે વપરાય છે ઓનલાઇન બહુખ્યાત બની ગયેલ હોય. કેટલાંક આવાં ગુણવત્તા થીમવાળાં"memes" વિશ્વ ગુણવત્તા મહિનાના પ્રસારમાટે કામે લગાડાયેલાં જોવા મળશે.
  • World Quality Month:  ગુણવત્તા એટલે વિશ્વાસપાત્રતા, સુધારણા અને ...મજા ? કેમ નહીં? આ વખતે વિશ્વ ગુણવત્તા મહિનામાં ગુણવત્તા વ્યંગ્યચિત્રકારની સાથે  અને આખી દુનિયામાં ગુણવત્તા સાધનોની વાત કરતાં કરતાં પ્રવાસ કરતા ભ્રમણવીરની સાથે મુલાકાત પણ કરી શકાશે.આ ઉપરાંત ગુણવત્તા કામકાજ,સાધનો અને ખયાલોને ગુણવત્તા સમાજની બહાર પણ પહોંચાડવામાં સામાજિક માધ્યમો કેમ ઉપયોગમાં લઈ શકાય તે પણ જાણવા મળશે. Sunil Kaushik's Travel Blog: www.trainntrot.com World Quality Month Website: www.worldqualitymonth.org

Jim L. Smithનાં ઓક્ટોબર, ૨૦૧૬ માટેનાં Jim’s Gems:

  • Leadership’s Five Key Practices: દરેક ગુણવત્તા વ્યાવસાયિકે પોતાનાં ક્ષેત્ર અને કારકીર્દીમાં
    મૂલ્યવૃધ્ધિ કરવા માટે નેતૃત્વ કૌશલયનો ઉપયોગ કરતાં જ રહેવું જોઈએ. - આ કૌશલ્ય બતાડી શકવા માટે પોતાની આસપાસ રોજબરોજની ઘટનાઓમાંથી તક ખોળી કાઢવી જરૂરી છે. લોકો આપણને બોલાવતાં આવે એની રાહ જોવાની જરૂર નથી. સંસ્થામાં શું થઈ રહ્યું છે તેનાથી અવગત રહો
    ,અને જ્યાં તક દેખાય ત્યાં તમારૂ યોગદાન આપવાની તૈયારી બતાવો. શરૂઆત ભલે નાનેથી થાય, પણ નજર લાંબે રાખો. તમારે ખોવાનું કંઇ જ નથી, પણ મેળવવાનું ઘણું નીકળી પડી શકે છે.
  • Make IT Happen:  ગમે તેટલો ઘોંધાટ કે મુશ્કેલીઓ સામે દેખાતી હોય, શરૂઆત તો કરવી જ રહી.અને તેમાટે બાયોં ચડાવીને, હાથબાથ ધૂળવાળા પણ થવા દઈને, શરૂઆત પણ તમારે જ કરવાની છે.હાલ જ!

આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ અને રસપ્રદ બનાવવામાટે આપનું યોગદાન પણ આવકાર્ય છે....