ફુર્સત એ ઇશ્વરીય ભેટ છે. આ પળોને કુટુંબસાથે માણો કે સારી સોબતમાં ગાળો કે આ પળોમાં મનને પ્રફુલ્લિત કરે તેવું વાંચો કે દિલ ઝુમી ઉઠે તેવું સંગીત સાંભળો કે તમે હંમેશ જે કરવા ધારતા હતા પણ કરી નહોતા શકતા તે બધું જ કરો.
૧૯૪૯નાં વર્ષમાંઆપણને યુગલ ગીતોમાં પણ સંખ્યા, ગુણવત્તા કે લોકપ્રિયતાની દૃષ્ટિએ
પુરુષ કે સ્ત્રી સૉલો ગીતોની સમકક્ષ ગીતો સાંભળવા મળશે. જે કોઈ ફિલ્મમાં એક જોડીનાં એકથી વધારે
યુગલ ગીતો હોય તો એ પૈકી જે ગીત મને સૌથી વધારે પસંદ પદ્યું હોય અથવા તો બિનવિવાદ
લોકપ્રિય રહ્યું હોય તેને તો 'મારી પસંદ'નાં યુગલ ગીતોમાં સમાવેલ છે, અને બાકી કોઈ એક યુગલ ગીત અહીં સમાવેલ
છે.
સ્ત્રી-પુરુષ યુગલ ગીતો
ફિલ્મનાં ગીતોમાં સૉલો ગીતો પછીથી
વધારે રચનાત્મકપણે ખેડાયેલો આ પ્રકાર ગણી શકાય. પહેલાં આપણે એવાં સ્ત્રી-પુરુષ
યુગલ ગીતો લઈશું જેમાં બન્ને ગાયકો સંખ્યા તેમ જ વૈવિધ્ય એમ બન્ને દ્રુષ્ટિએ
અગ્રગણ્ય હરોળ સ્થાન ધરાવે છે. ગીતોની યાદી બનાવવા માટે આપણે પુરુષ ગાયકને મુખ્ય
સંદર્ભ તરીકે લીધેલ છે.
મોહમ્મ્દ રફીનાં યુગલ ગીતો : લતા મંગેશકર સાથે
સૌથી પહેલી યાદીમાં સૉલો ગીતોમાં
પણ જે ગાયકોનું સ્થાન અગ્રેસર રહું હતું તેમને જ લઈએ એ તો સ્વાભાવિક છે.
ફિલ્મ સંગીત માટે લોકધુનો એક બહુ સારો, અને અખૂટ, સ્ત્રોત ગણાતો આવ્યો છે. લોક ધુન પર ગીતની રચના
કરવા માટે સામાન્યતઃ લોકગીતને અનુરૂપ સિચ્યુએશન હોય તે તો સ્વાભાવિક જ છે, પરંતુ કેટલાક સંગીતકારોએ લોક ધુનનો બહુ જ
રચનાત્મક ઉપયોગ કરીને બહુ જ સંવેદનશીલ ગીતો પણ બનાવ્યાં છે.
કદાચ સૌથી વધારે જાણીતી અને પ્રચલિત ગુજરાતી લોકધુન
તરીકેની હરીફાઈમાં કોઈ અન્ય ગુજરાતી લોકગીત પ્રકાર ગરબાની તોલે ન આવે. ગુજરાતી
ફિલ્મોમાં આમ તો ગરબો એ ફિલ્મની સફળતા માટે સૌથી મહત્ત્વનો મસાલો માનવામાં આવેલ
છે. એક સમયે તો ભાગ્યે જ કોઈ એવી ગુજરાતી ફિલ્મ બનતી જેમાં કમ સે કમ, ભલે સાવ બીંબા ઢાળ પણ, ગરબો ન હોય. ગુજરાતી ફિલ્મોમાં તો તેનો ઉપયોગ
એટલી હદે થયો છે કે ગરબા એક ઠઠ્ઠાચિત્ર તરીકે ગુજરાતી ફિલ્મોની પહેચાન સમાન બની રહેલ
છે. હિંદી ફિલ્મ નિર્માણ સાથે પણ ગુજરાતીઓનો ઘરોબો ખાસો એવો ઘનિષ્ઠ કહી શકાય તે
કક્ષાનો રહ્યો છે. એટલે ગરબાની અસર હિંદી ફિલ્મ સંગીત પર પણ પડે એ અપેક્ષિત કહી
શકાય.જો કે ગુજરાતીઓનું જે હદે
અને કક્ષાએ હિંદી ફિલ્મ નિર્માણમાં યોગદાન રહ્યું છે તેના પ્રમાણમાં ગરબાની હાજરી
અન્ય પ્રદેશોની લોકધુનોની સરખામણીમાં કંઇક અંશે ઓછી પણ કહી શકાય.
હમણાં ચારે તરફ (આધુનિક) નવરાત્રિનો માહોલ છે.
એટલે આજે 'ફિલ્મ સંગીતની
સફર'માં આપણે હિંદીફિલ્મનાં ગીતોમાં ગરબા અને તેના જૂદા જૂદા
પ્રયોગોને માણીશું.પહેલાંઆપણે ગુજરાતી ફિલ્મોમાં ગરબાના એવા કેટલાક
પ્રયોગો જોઈશું જેની અસર ક્યાં તો હિંદી ફિલ્મોમાં ગરબાના પ્રયોગો પણ ઘણી ઊંડી પડી
એમ કહી શકાય કે પછી બીનગુજરાતી સંગીતકારો પર ગરબાની અસરના માપદંડ સ્વરૂપે જોઈ
શકાય.
આ રચના અવિનાશ વ્યાસની છે એટલે તેમાં ગરબાની
ધુનનો પ્રયોગ બહુ જ યોગ્ય સ્વરૂપે જ થયો હોય એ સ્વાભાવિક છે. પરંતુ ધ્યાનાકર્ષક
વાત એ છે કે ગીતા રોયે જ્યારે આ રચના ગાઈ હશે ત્યારે તેમને ગીત બંગાળી લિપીમાં લખી
અપાયું હશે, અને તેમ છતાં,
ગીત અને ઘુનના ભાવને
કેટલી સરળતાથી તેમને રજૂ કરેલ છે.
સલીલ ચૌધરીએ બંગાળી અને હિંદી ઉપરાંત મલયાલમ
જેવી અન્ય ભાષાની ફિલ્મો માટે પણ સંગીત આપ્યું છે. અહીં તેમની સંગીતના ભાવ પરની
દિલી નિપુણતા ગરબાના અક્ષુણ્ણ નિરૂપણમાં છલકાય છે.
હવે આપણે એવી હિંદી ફિલ્મોની
વાત કરીએ જેનું કથાવસ્તુ મૂળતઃ ગુજરાતી છે. એટલે ફિલ્મના દિગ્દર્શકે ગરબાનો પ્રયોગ
કરવાની ફોર્મ્યુલા વાપરવાની તક ઝડપી લીધી હોય.
'મંથન' વર્ગીસ કુરિયનની દૂધની સહકારી
મડળીઓ દ્વારા લાવવામાં આવેલ 'શ્વેત ક્રાંતિ'ની ઘટનાઓ પર આધારિત ફિલ્મ હતી.
વનરાજ ભાટિયાએગરબાની ધુનનો બહુ અનોખી લયમાં
ટાઈટલ્સમાં પ્રયોગ કર્યો છે.
આખું ગીત -
તે પછીથી "અમુલ"એ
સુનિધિ ચૌહાણના સ્વરમાં ગીતને ફરીથી રેકર્ડ કરીને તેમાંથી 'અમુલ'ની એક પ્રમોશનલ ફિલ્મ પણ બનાવી
છે.
ફિલ્મના દિગ્દર્શક કેતન મહેતાએ
મરચાનાં ભૂકાનાં રૂપક વડે ગ્રામ્ય ભારતની સ્ત્રી શક્તિની ખુમારીની વાત રજૂ કરવા
માટે, સ્વાભાવિક જ રીતે,ગુજરાતનાં
ગ્રામ્યજીવનનનાં વાતાવરણ પર પસંદગી ઉતારી છે. ફિલ્મના સંગીતકાર પણ તળ ગુજરાતી છે.
એટલે ગરબાની સીચ્યુએશન તો ફિલ્મમાં આવે તેમાં નવાઈ નથી. ખૂબી છે અનોખી
રજૂઆતની.
અહીં ગરબીનાં મૂળ રૂપ
દાંડિયાની જગ્યાએ મેર સમાજની લડાયક તાસીરને પ્રતિબિંબીત કરતી તરવારનો પ્રયોગ કરાયો છે. આમ ગરબીનાં એક
બહુ મહત્ત્વનાંઐતિહાસિક સ્વરૂપને પણ અહીં
ઝીલી લેવામાં આવેલ છે.
ઇસ્માઈલ દરબાર પણ પોતાનાં ગુજરાતીપણાંનો આસ્વાદ
કરાવવાનો અવસર ચુક્યા નથી.
રાધા કૈસે ન જલે - લગાન (૨૦૦૧) - ગાયક:આશા ભોસલે, ઉદિત
નારાયણ, વૈશાલી – સંગીતકાર: એ આર રહેમાન
પુરુષ અને સ્ત્રીઓ સાથે મળીને ગરબી
ખેલે તે સ્વરૂપને દાંડિયા રાસ કહેવામાં આવે છે.ગરબી કરતાં દાંડિયા
રાસની લય પણ અલગ હોય છે. 'લગાન'ની પણ પૃષ્ઠભૂમિ ગુજરાતી
વાતાવરણ હતી એટલે ગરબો તો અહીં પણ મુકાવો તો જોઈએ જ. અહીં આપણને એ દાંડિયા રાસનો
આસ્વાદ માણવા મળે છે.
શેક્સપિયરની 'રોમિયો જુલિયેટ'ને સંજય લીલા ભણશાળીએ ગુજરાતના
મેર સમાજનાં સાંસ્કૃતિક પરિવેશમાં રજૂ કરી છે. આ નૃત્ય ગીત રચનાનો મૂળ આધાર ગરબાની
ધુન છે, પણ સંજય ભણશાળી તેમની આગવી
શૈલીના મુક્ત વિહારથી તેનેભવ્ય મંચ પર રજૂ કરી રહ્યા છે.
છેક ૧૯૫૦ના દાયકાથી અત્યાર
સુધીની હિંદી ફિલ્મોમાં ગરબાની ધુનની હિંદી ફિલ્મી સંગીત પરની સફરમાં ગરબાની જ
સીચ્યુએશનમાં ગરબાનાં અવનવાં સ્વરૂપોનો પ્રયોગ થતો આપણે જોયો. હવે આપણે ગરબાની ધુન
પર સજ્જ થયેલાં અન્ય હિંદી ગીતોની વાત કરીશું.
ફિલ્મનાં કથાવસ્તુમાં જ 'બાબુલ' છે તેથી આ ગીત ફિલ્મમાં જૂદા
જૂદા પ્રસંગે લય કે વાદ્ય સજ્જા કે ગાયકોના ફેરફારો સાથે અલગ અલગ - થીમ સોંગ -
સ્વરૂપે રજૂ થતું રહ્યું છે. આ પૈકી એક રજૂઆત છે જેમાં નરગીસ અને તેની સખીઓ
પોતાનાં શ્વસુરગૃહે જવાની કલ્પનાના આનંદને સમુહ નૃત્યનાં સ્વરૂપે વ્યક્ત કરે છે. આ
પ્રસંગે ગીતની લય અને પર્દા પર રજૂઆત ગરબાનાં સ્વરૂપમાં જોવા મળે છે.
આશા કરૂં છું કે હિંદી
ફિલ્મોમાં ગરબાના આ અવનવાં સ્વરૂપો તમને પણ યાદ કરવાં ગમ્યાં હશે.ગુજરાતી
ફિલ્મોમાંની તકિયા કલમ સિવાયના ફિલ્મોમાં ગરબાનાઅનૂઠા પ્રયોગો આપને પણ જાણમાં
હોય તો અમને જણાવવાનું હાર્દિક આમંત્રણ છે.