Sunday, October 1, 2017

ચર્ચાની એરણે : ૧૯૪૮નાં ગીતો :: સ્ત્રી સૉલો ગીતો : શમશાદ બેગમ [૧]


૧૯૪૮માં પણ શમશાદ બેગમનું પાર્શ્વગાયિકા તરીકેનું સ્થાન તેમણે ગાયેલાં ગીતોની સંખ્યા, સંગીતકારો અને ગીતોના વિષય અને ભાવનાં વૈવિધ્ય જેવાં અનેક પરિમાણોની એરણે પણ ખાસ્સું મહત્ત્વનું તો જણાય છે. જોકે ગીતા રોયનાં સૉલો ગીતો બાબતે મને જોવા મળ્યું હતું એમ શમશાદ બેગમનાં પણ આ વર્ષનાં સૉલો ગીતોની બાબતે જણાઈ રહ્યું છે - ન સાંભળેલાં ગીતોનું પ્રમાણ ઘણું જ વધારે છે.

વધારે કંઇ તારણ બાંધ્યા પહેલાં તેમનાં આ વર્ષનાં સૉલો ગીતોને પહેલાં સાંભળીએ -

૧૯૪૮નાં શમશાદ બેગમનાં ગીતો પણ એકથી વધારે પૉસ્ટમાં વહેંચી નાખવાં પડશે એ તો નિશ્ચિત જ છે.

આ ભાગમાં કક્કાવાર જતાં શરૂઆતની ફિલ્મોનાં ગીતો આજે પણ યાદ છે અને સાંભળવાં પણ બહુ જ ગમે છે. એટલે આ પૉસ્ટ પૂરતું 'બહુ જાણીતાં થયેલાં ગીતો' અને 'ઓછાં સાંભળેલાં ગીતો'એમ બે ભાગ પાડ્યા છે, પણ શમશાદ બેગમનાં સૉલો ગીતોમાં હવે પછી એ શક્ય બનશે કે કેમ તે તો આગળ પરનાં ગીતો સાંભળ્યા પછી જ ખબર પડે.

                                 બહુ જાણીતાં થયેલાં ગીતો
કાહે કોયલ શોર મચાયે રે મોહે અપના કૉઇ યાદ આયે રે - આગ - રામ ગાંગુલી - બહ્જ઼ાદ લખનવી
ન આંખોંમેં આંસૂ ન હોઠોં પે હાયે - આગ - રામ ગાંગુલી - બહ્જ઼ાદ લખનવી

                                   ઓછાં સાંભળેલાં ગીતો

દિલ તૂટા જી છૂટ ગયા કિસ્મતને મીટા કર રખ દીયા - આગ - રામ ગાંગુલી - બહ્જ઼ાદ લખનવી
મોરે આંગન બાલમ કા મુર્ઘા બોલે - એક્ટ્રેસ - શ્યામ સુંદર - રાજા મહેંદી અલી ખાન
મજનૂ બને હૈ... દિલમેં રહતે હૈ - એક્ટ્રેસ - શ્યામ સુંદર - નખ્શાબ જરાચવી
મોહબ્બતમેં યહ આખરી સદમા ઉઠાના હૈ - એક્ટ્રેસ - શ્યામ સુંદર - નખ્શાબ જરાચવી
મોરે રાજા મુઝે લે ચલ...હમ કો ભી બીઠાના બાબુ - એક્ટ્રેસ - શ્યામ સુંદર - પી એલ સંતોષી
નઝર મિલ ગયી કીસકી નઝર સે - અનોખી અદા - નૌશાદ અલી - શકીલ બદાયુની
આજ કહાં જા કે .. ઓ આજ કહાં જાકે નઝર ટકરાયી - અનોખી અદા - નૌશાદ અલી - શકીલ બદાયુની
હાલ-એ-દિલ કિસ કો સુનાઉં રાઝદાં કી નહીં મેરા - અન્જુમન - બુલો સી રાની - મજરૂહ સુલ્તાનપુરી

કૈસે આંખોં સે છૂપા કે, આ ગયે તૂમ દિલમેં - અન્જુમન - બુલો સી રાની - મજરૂહ સુલ્તાનપુરી
મેરે હોઠોં પર હસીં હૈ આજકલ - અન્જુમન - બુલો સી રાની - મજરૂહ સુલ્તાનપુરી
ફીર મેરે દિલમેં વો આને લગે, હા હા જાને લગે - અન્જુમન - બુલો સી રાની - મજરૂહ સુલ્તાનપુરી
ફરીયાદ મેરી સુન લે ઓ આસમાનવાલે - ઘરકી ઈઝ્ઝત - પંડિત ગોવીંદરામ - ઈશ્વર ચંદ્ર કપૂર
બાલી ઉમર પિયા મોરે મોરે મોરે જિયરા ન લાગે જબસે દેખા હૈ તુમ્હે - ગોપીનાથ - નીનૂ મજુમદાર - રામ મૂર્તી
આયી સાવન કી ઋત હમાર ડગમગ ડોલે જિયા - ગોપીનાથ - નીનૂ મજુમદાર - રામ મૂર્તી
બહુતેરો સમજાયો રી લાખન બાર બાર - ગોપીનાથ - નીનૂ મજુમદાર - રામ મૂર્તી
આ ગીતની ઑડીયો કે વિડીયો સૉફટ કૉપી નથી મળી શકી -

ઓ દૂર બસે મોરે સજના, પાસ ચલે આ - એક ઔર ઔરત - ગોપેન મલ્લીક, હરબખ્શ સિંઘ - બી આર શર્મા

હવે પછીના અંકમાં શમશાદ બેગમનાં ૧૯૪૮નાં સૉલો ગીતોની સફર ચાલુ રાખીશું.

No comments: