Thursday, July 7, 2016

૧૯૪૯નાં ગીતો : ચર્ચાની એરણે - સ્ત્રી સૉલો ગીતો - અન્ય સ્ત્રી ગાયિકાઓ - સુરૈયા



Best songs of 1949: And the winners are?ના પરિપ્રેક્ષ્યમાં આપણે છેડેલી ૧૯૪૯ના ગીતોની ચર્ચાની એરણે આપણે પુરુષ સૉલો ગીતોને સુપેરે સાંભાળી ચૂક્યાં છીએ. હવે આપણું ધ્યાન આપણે સ્ત્રી સૉલો ગીતોની ચર્ચા તરફ વાળીશું.
સ્ત્રી સૉલો ગીતો
આ પહેલાં આપણે ૧૯૫૧ અને ૧૯૫૦નાં ગીતોની ચર્ચા સમયે પણ લતા મંગેશકર સિવાયનાં સ્ત્રી ગાયકોનાં ગીતોને અલગથી સાંભળ્યાં હતા. જો આમ ન કરીએ તો લતા મંગેશકરનાં વધતાં જતાં પ્રભુત્વને કારણે્ અન્ય ગાયિકાઓનાં બહુ લોકપ્રિય ગીતો સાથે આપણો પરિચય તાજો જ કદાચ ન થાય. ૧૯૪૯માં લતા મંગેશકરનું મોજું પોતાનું પ્રભુત્વ પ્રસરાવતું જોવા મળે છે, તેથી આ વર્ષ માટે આપણે લતા મંગેશકરનાં સૉલો ગીતો અને અન્ય ગાયિકાઓનાં સૉલો ગીતો અલગ અલગ સાંભળીશું.
 - લતા મંગેશકર સિવાયનાં ગાયકો
લતા મંગેશકરનાં જામતાં જતાં પ્રભુત્વની વાત શરૂ થાય એટલે ૧૯૫૦ અને તે પછીના સમયના આપણા અનુભવને કારણે અન્ય ગાયકોનાં સૉલો ગીતો વિષે આપણને સહાનુભૂતિનો ભાવ પેદા થવા લાગે છે. ૧૯૪૯માં સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો લતા મંગેશકરનાં ગીતોની સંખ્યાની બરાબરી કોઈ એક ગાયિકાનાં સૉલો ગીતોની સંખ્યા કદાચ થોડી પાછળ પડતી જણાશે, પરંતુ બધાં ગાયિકાઓનાં ગીતોને એક તરફ મૂકીએ તો પલડું સાવ જ એકતરફ નહીં ઝૂકે એવું પણ જણાય.
આ પૂર્વધારણા પરનું તારણ તો આપણે છેલ્લે બંને પક્ષનાં 'વધારે ગમતાં' ગીતોની વાત માંડીશું ત્યારે જ કરીશું. અત્યારે તો અન્ય ગાયિકાઓનાં સૉલો ગીતો સાંભળવા પર ધ્યાન આપીશું.
સુરૈયાનાં સૉલો ગીતો
હિંદી ફિલ્મોમાં પ્લેબેક ગાયનની પ્રથા દાખલ થયા બાદ જે અદાકારો ખરેખર સારાં ગાયકો નહોતાં તેઓને ગાવાની જરૂર ન રહી. આમ જે અદાકારો સામાન્ય કળાકાર અને તે સાથે સામાન્ય ગાય્ક હતાં તેઓ તો ફિલ્મ જગતમાંથી અળગાં થવા લાગ્યાં હતાં. હવે સમય આવી રહ્યો હતો એવાં અદાકારોનો જે ક્યાંતો ખરેખર બહુ જ સારાં કળાકાર હતાં યા તો એવાં ગાયકોનો હતો જે ખરેખર બહુ જ સારાં ગાયક હતાં. સુરૈયા એક એવાં અદાકાર હતાં જે બંને હતાં. ૧૯૪૯માં તેમની ૯ ફિલ્મો રજૂ થઈ હતી, જેમાં તેમણે ૪૩ સૉલો ગીતો અને ૯ યુગલ ગીતો ગાયાં.
આપણે તેમની દરેક ફિલ્મનું એક જ ગીત અહીં મૂક્યું છે. આ સિવાયનાં બધાં જ ગીતો યુ ટ્યુબ પર સહેલાઈથી સાંભળવા મળી શકશે. તેમનાં કેટલાંક ગીતોએ તો એ સમયે પણ બેહદ લોકચાહના મેળવી હતી અને આજે પણ એ ચાહ બનાવી રાખેલ છે.
દીવાલી કી રાત પિયા ઘર આનેવાલે હૈં - અમર કહાની - હુસ્નલાલ ભગતરામ - રાજેન્દ્ર કૃષ્ણ 

વોહ પાસ રહે યા દૂર રહે નઝરોંમેં સમાયે રહતે હૈં - બડી બેહન - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી  

ઐસે મેં અગર તુમ આ જાતે - બાલમ - હુસ્નલાલ ભગતરામ - ક઼મર જલાલાબાદી

એક બેવફા કી યાદ ને - ચાર દિન - શ્યામ સુંદર - શકીલ બદાયુની 

ચાર દિનકી ચાંદની - દિલ્લગી - નૌશાદ - શકીલ બદાયુની 


(આપણને થોડાં ઓછાં સાંભળવા મળતાં ગીતો સાંભળવા મળે એટલા પૂરતું જ આપણે બીજાં  ખૂબ જ લોકપ્રિય રહેલ બે ગીતો - મુરલીવાલે મુરલી બજા અને તેરા ખયાલ દિલસે ભૂલાયા ન જાયેગા - ને બદલે આ ગીત અહીં મૂક્યું છે.)
વોહ આયે ઔર આકે ચલે ગયે - દુનિયા - સી રામચંદ્ર 

આજા મોરે બલમા બહાના કરકે - નાચ - હુસ્નલાલ ભગતરામ  - કૈફ ઈરફાની 
જા મેરી દુનિયા મેં - શાયર - ગુલામ મોહમ્મદ - શકીલ બદાયુની   

નયા નૈનોંમેં રંગ - સિંગાર - ખુર્શીદ અન્વર
 
હવે પછીના અંકમાં આપણે ગીતા રોયનાં સૉલો ગીતો સાંભળીશું.

No comments: