Monday, February 29, 2016

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ફેબ્રુઆરી, ૨૦૧૬



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ફેબ્રુઆરી, ૨૦૧૬સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
૨૦૧૫નાં વર્ષના અંતિમ સંસ્કરણમાં આપણે સપ્ટેમ્બર ૨૦૧૫માં પ્રકાશિત થયેલ ISO 9001:2008 ની સંવર્ધિત આવૃતિ, ISO 9001:2015 માં કરાયેલા મુખ્ય ફેરફારો નો પરિચય કર્યો હતો. તે પછી જાન્યુઆરી ૨૦૧૬થી આપણે ISO 9001:2015માં કરાયેલા ફેરફારોની એક એક કરીને ચર્ચા કરવાની સાથે આપણે અન્ય બ્લૉગસની પણ મુલાકાત કરવાનું શરૂ કર્યું હતું. જાન્યુઆરી, ૨૦૧૬માં આપણે 'ISO 9001:2015માં પ્રક્રિયા અભિગમ' વિષે વાત કરી હતી. હવે આ મહિને આપણે 'ISO 9001:2015માં જોખમ આધારિત વિચારસરણી' વિષે વાત કરીશું.
આપણે શરૂઆત કરીશું આ બાબતે સ્ટાન્ડર્ડનાં સંશોધિત સંસ્કરણની 'નૉર્મૅટીવ' Clause A.4ની પેટાકલમ 0.3.3માં 'જોખમ આધારિત વિચારસરણી'ના વ્યાપનાં વિવરણથી -

અસરકારક ગુણવત્તા સંચાલન તંત્ર માટે જોખમ આધારિત વિચારસરણી આવશ્યક તત્ત્વ છે. આ આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડનાં આ પહેલાંનાં સંસ્કરણોમાં પણ  જોખમ આધારિત વિચારસરણી સૂચિત જો હતી જ , જેમકે આવશ્યકતાઓની સંભવિત ત્રુટિઓની કમી કરતાં નિવારક પગલાંઓ,જે ત્રુટીઓ વારંવાર થાય તેનું વિશ્લેષણ તેમજ તે ફરીથી ન થાય તે માટે એ ત્રુટીઓની અસરને અનુરૂપ પગલાંઓ લેવાં.
આ આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડનાં અનુપાલન માટે સંસ્થાએ જોખમો અને તકોનું આયોજન અને અમલ કરવાનો રહે છે. જોખમો અને તકોને ગણતરીમાં લેવાથી ગુણવત્તા સંચાલન તંત્રની અસરકારકતા વધારવા માટેનો, વધારે સારાં પરિણામો સિદ્ધ કરવાનો અને નકારાત્મક અસરોને નિવારવા માટેનો આધાર પ્રસ્થાપિત થાય છે. ગ્રાહકોને આકર્ષી શકે તેવા સાનુકુળ  સંજોગો થવા , નવી પેદાશો કે સેવાઓ શરૂ કરી શકવાના કે વ્યય ઘટાડી શકાય તેવા કે ઉત્પાદકતા વધી શકે એવાં પ્રયોજિત પરિણામો સિદ્ધ કરવા માટે અનુકુળ પરિસ્થિતિને કારણે તકો પેદા થઈ શકે છે. તકોની સાથે સંકળાયેલ પગલાંઓ લેવામાં પણ તેની સાથેનાં જોખમોને પણ ગણતરીમાં લેવાં જોઈએ. જોખમ અનિશ્ચિતતામાંથી પરિણમે છે, અને તેની સકારાત્મક કે પછી નકારાત્મક એમ બંને પ્રકારની અસરઓ પણ શક્ય બની રહે છે.જોખમમાંથી નિપજતા હકારાત્મક ફરક તકોમાં પરિણમે છે, પણ જોખમોની બધી જ હકારાત્મક અસરો તકમાં પરિણમે તેમ જરૂરી નથી.

સ્ટાન્ડર્ડનાં નવાં સંસ્કરણમાં થતા ફેરફારોને સમજાવવા માટેની ISO/TC 176/SC2ની પહેલના ભાગરૂપે તેની સાઈટ ઉપર -
          A paper on ISO 9001 and Risk
                                                            મૂકવામાં આવેલ છે.
આપણે તેના અનુક્રમે અનુવાદ પણ કરેલ છે
ISO 9001: 2015નાં સંશોધિત સંસ્કરણમાં,
  કલમ ૪ માં, સંસ્થાએ તેણે નિર્ધારેલા ઉદ્દેશ્યો સિદ્ધ કરવાની ક્ષમતા પર અસર કરે તેવાં  જોખમો નક્કી કરવાનાં રહે છે.
  કલમ ૫ માં, કલમ ૪નો અમલ થાય તે માટે વરિષ્ઠ સંચાલકોએ પ્રતિબદ્ધતા દર્શાવવાની રહે છે.
  કલમ ૬માં, જોખમો અને તકો નક્કી કરવા માટે સંસ્થાએ પગલાં ભરવાનાં રહે છે.
  કલમ ૮માં, સંસ્થાએ જોખમને ગણતરીમાં લેતી પ્રક્રિયાઓનો અમલ કરવાનો રહે છે.
  કલમ ૯માં, સંસ્થાએ જોખમો અને તકો પર નજર રાખવાની છે, તે અંગેની માપણી કરી, વિશ્લેષણ કરીને પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરવાનું રહે છે.
  કલમ ૧૦માં, સંસ્થાએ જોખમમાં થતા ફેરફારો પરની પ્રતિક્રિયાઓ વડે સુધારણા કરવાની રહે છે.
ISO 9001:2015 - Risk based thinking - ડેક્લન કૅહિલ - હવે ઘણાં સ્ટાન્ડર્ડ્સમાં જોખમ આધારિત વિચારસરણી આવરી લેવાયેલ છે, જેમ કે ISO 14971, OHSAS 18001, ISO 14001 અને ISO 31000. મોટા ભાગની સંસ્થાઓ માટે  રોજબરોજના વ્યવહારોમાં કામમાં લેવાતી અને ચર્ચાતી રહેતી વિચારધારા છે. આ સ્ટાન્ડર્ડ્સ સાથે સાંકળી લેવાવાને કારણે, એ સ્ટાન્ડર્ડ્સની આવશ્યકતાઓમાં થતા સુધારાઓ ISO 9001 માં પણ સતત સુધાર લાવતા રહેશે.…..જ્યાં જ્યાં જોખમજનક પરિસ્થિતિ માટે કંઈ પ્રતુત્તરરૂપ પગલાં લેવાયાં હોય કે જોખમને દૂર કરવા કે નિવારવા જે કંઈક ઠીકઠાક કરવામાં આવ્યું  હોય ત્યારે એ પગલાં કે સુધારો કેટલી હદે અસરકારક છે અને તે માનવીય વર્તણૂક કે માળખાંકીય તંત્ર કે સેવા-તંત્ર પર ક્યાં ક્યાં આધારિત છે તે બાબતે સસ્થાએ બહુ સાવધાની વર્તવી જોઈએ.

“Risk Based” vs. “Threat Based” Thinking  - જોખમ આધારિત વિચારસરણી ઐતિહાસિક બાબતોમાં ખૂંપેલી હોય છે. તે ભૂતકાળની કડીઓની તપાસ વડે ભવિષ્યના જવાબો ખોળવા પર ધ્યાન આપે છે. જોખમ આધારિત વિચારસરણી એમ માની લે છે કે ભૂતકાળમાં જે નથી બન્યું તે ભવિષ્યમાં પણ થવાની શકયતા ઓછી છે…..જ્યારે આશંકા આધારિત વિચારસરણી એમ માને છે કે ભૂતકાળમાં કંઈ નથી થયું તેથી ભવિષ્યમાં તેમ નહીં થાય તે શકયતા નકારી ન શકાય.
A risk-based-thinking-model for ISO 9001: 2015 - બૉબ ડીશૅરનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડના સંદર્ભમાં 'જોખમ'નો સંબંધ સ્ટાન્ડર્ડના પાયાના ઉદ્દેશો સિદ્ધ કરવાની અનિશ્ચિતતા સાથે છે. આ ઉદ્દેશો છે - ઉત્પાદનો અને સેવાઓ માટેની આવશ્યકતાઓની પૂર્તી સતતપણે કરતા રહેવાની સંસ્થાની ક્ષમતા વિષે ગ્રાહકને ભરોસો બંધાવવો કે ગ્રાહકના સંતોષમાં વધારો કરતા રહેવો  જોખમ અને તકને સંસ્થાના સંદર્ભના સાપેક્ષ નક્કી કરવાં જોઈએ.
ISO 9001:2015 – Risk Based Thinking - ISO 9001નાં ૨૦૧૫માં કરાયેલ સંશોધનમાં સૌથી મહત્ત્વની વાત જોખમને ગુણવત્તા સંચાલન તંત્રનો એક ભાગ ગણવાને બદલે તેના માટે સુયોજિત અભિગમ પ્રસ્થાપિત કરવાની છે. મોટા ભાગે તો આપણે સૌ આપમેળે, જાણ્યેઅજા‌ણ્યે જોખમ આધારિત વિચારસરણીનો ઉપયોગ કરતાં જ રહેતાં હોઈએ છીએ. દા.ત. રસ્તો ઓળગંતા પહેલાં આપણે આવતા જતા ટ્રાફિક પર નજર કરી જ લેતાં હોઈએ છીએ. જો સામેથી કોઈ વાહન આવતું હોય તો તે આવે તે પહેલાં રસ્તો ઓળંગી શકાશે કે કેમ તેની ગણતરીમાં મનમાં કરી લેતાં હોઈએ છીએ.પ્રક્રિયા અભિગમમાં જોખમ આધારિત વિચારસરણી આવરી લેવાયેલ છે, જેમ કે અહીં નજીકનાં ઝીબ્રા ક્રૉસિંગ પરથી સીધે સીધો જ રસ્તો ઓળગંવો કે થોડે દૂર આવેલા ફૂટબ્રિજ પરથી જવું એવા વિકલ્પો નક્કી કરવા માટે ટ્રાફિકની ઝડપ, આપણી પાસે ઉપલ્બધ સમય જેવી બાબતોને ગણતરીમાં લેવાની સાથે જોખમોનએ પણ ગણતરીમાં લેવાં. જોખમ આધારિત વિચારસરણી નિવારણ પગલાંઓને રોજબરોજની બાબત બનાવી દે છે. જોખમને મોટા ભાગે નકારાત્મક અર્થમાં જ જોવામાં આવતું હોય છે. પરંતુ જોખમ આધારિત વિચારસરણી જોખમની હકારાત્મક બાજુને જોઈને તકોને ખોળી કાઢવામાં મદદરૂ બની શકે છે. સીધેસીધો રસ્તો ઓળંગવામાં સમયની બચત થ ઈ શકે, પણ આવતા જતા ટ્રાફિકની ઝડપની ગણતરીમાં થાપ ખવાઈ જાય તો ઈજા થવાની શક્યતા પણ રહેલ છે.જ્યારે ફૂટબ્રિજ વાપરવા જવામાં સમય વધારે લાગે, પણ ઈજા ન થવાની સલામતીની તક પણ તેમાં રહેલ છે. તક દરેક વખતે જોખમની બીજી બાજુ હોય તેવું જરૂરી નથી, પણ તેને ઉદ્દેશ્ય સાથે સંબંધ છે જ.
Risk-Based Thinking and ISO 9001:2015 - ચાંદ ક્યમાલ અને આર. ડેન રીડ - International Organizations for Standardization (ISO) એ પ્રકાશિત કરેલા દસ્તાવેજોમાં જ જોખમની જૂદી જૂદી વ્યાખ્યાઓ રજૂ કરાયેલી જોવા મળે છે. ISO 9000:2015માં 'જોખમ-આધારિત વિચારસરણીપર વિશેષ ભાર મૂકાયો છે, પણ 'જોખમ વ્યવસ્થાપન'ની કક્ષાની વાત નથી કરાઈ.  ISO 9000:2015, “Quality management systems—Fundamentals and vocabulary,”માં જોખમની વ્યાખ્યા 'અનિશ્ચિતતાની અસર' રૂપે કરાયેલ છે. એ વ્યાખ્યાની નોંધમાં આગળ જણાવાયું છે કે જોખમ એ 'અપેક્ષાથી વિચલત (પરિણામ) છે' જે હકારાત્મ્ક પણ હોઈ શકે કે નકારાત્મક પણ હોઈ શકે. 'અનિશ્ચિતતા' માટે સ્પષ્ટતા કરતાં કહેવાયું છે કે તે ઘટના થવાનાં પરિણામોની અસરો વિષે માહિતી કે જ્ઞાનની અધુરપમાંથી જન્મે છે. અને છેલ્લે,ISO 9000 જણાવે છે કે જોખમ સંભવિત ઘટનાઓ સાથે સંકળાયેલ છે અને સામાન્યતઃ તે એ પ્રકારની ઘટનાઓની શક્યતાઓ અને પરિણામોની અસરોનાં સ્વરૂપે દર્શાવવામાં આવે છે.…..ISO 9001ના નૉર્મેટીવ ભાગમાં જોખમનો ઉલ્લેખ આઠ વાર કરવામાં આવ્યો છે અને તે પછી સ્ટાન્ડર્ડના વ્યાવહારિક માહિતી ધરાવતી કલમોમાં તે બહુ વ્યાપકપણે જોવા મળે છે.
ચાંદ ક્યમાલે Risk-based thinking and ISO 9001:2015 વિષય પર આપેલી એક મુલાકાત અહીં જોઇ-સાંભળી શકાય છે :

આ ઉપરાંત  વિષય પર ઉપલ્બધ કેટલીક અન્ય વિડિયો ક્લિપ્સ પૈકી બે ક્લિપ્સ અહીં રજૂ કરેલ છેઃ

Corrective or Preventative Action - The new risk based methodology for ISO 9001:2015?

ટી ડી નેલ્સનદ્વારા પ્રસ્તુત વેબિનાર - The Process Approach and Risk-BasedThinking -  માં પ્રક્રિયા અભિગમ અને જોખમ આધારિત અને તેની ગુણવત્તા સંચાલન તંત્રની વ્યાખ્યા, તેનાં દસ્તાવેજીકરણ અને ચકાસણી પરની સરો બાબતની સમજણ રજૂ કરાયેલ છે.
આજના અંકમાં આપણે ISO 9000:2015ના સંદર્ભમાં જોખમ આધારિત વિચારણી વિષે પરિચયાત્મક ચર્ચા કરી છે. જોખમ વિષય પર આપણા દૃષ્ટિકોણને હજૂ વધારે વ્યાપક બનાવવા માટે વ્યાપાર ઉદ્યોગના બૃહદ સંદર્ભમાં તેમજ  રોજબરોજનાં જીવનમાં પણ સ્પર્શતાં જોખમનાં જૂદાં જૂદાં સ્વરૂપોને સમજવું  જરૂરી કહી શકાય. આ પ્રકારનાં જોખમ અને તેનાં વ્યવસ્થાપન વિષે ઘણું સાહિત્ય પણ ઉપલબ્ધ છે. આપણે આ બ્લૉગોત્સવના માર્ચ, ૨૦૧૬ના અંકમાં તે વિષે વાત કરીશું.
હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ
ASQ CEO, Bill Troy તેમના બ્લૉગકોલમ, ASQ’s Influential Voiceમાં Changing Company Culture: December Round Upમાં , સંસ્થાનાં સાંસ્કૃતિક પર્યાવરણ પર ક ઈ ક ઈ બાબતો અસર કરે છે અને કયાં કયાં પરિબળો તેને ઘડે છે તે વિષે લુસિઆના પૌલીસના વિચારોની રજૂઆત કરે છે. આ બાબતે અન્ય સંસ્થાઓનાં સાંસ્કૃતિક પર્યાવરણમાં કેવા કેવા બદલાવ આવ્યા તે વિષેના અન્ય Influential Bloggerના અનુભવો અને વિચારો પણ આપણી સમક્ષ મૂકી આપે છે.
બિલ ટ્રૉયના કોલમમાં પ્રેમ રંગનાથનો Evolving Quality to Enable and Support a Global Digital Organization વિષય પરનો બહુ સમયસરનો લેખ પણ છે.પ્રેમ રંગનાથનો પરિચય આપણે આ બ્લૉગોત્સવના સપ્ટેમ્બર,૨૦૧૫ ના અંકમાં કરી ચૂક્યાં છીએ. તેઓ The Art of Quality નામક બ્લૉગ પણ લખે છે.ગ્રાહકોની પ્રવર્તમાન તેમ જ ઉભરી રહેલ અપેક્ષાઓના સંદર્ભમાં માહિતી ટેક્નોલોજીનાં ક્ષેત્રમાં ગુણવત્તાનાં ભવિષ્ય પર પ્રભાવ કરતા ત્રણ પવાહો જૂએ છે :
૧. સફળ અંકરૂપણ (digitization) અને ડિજિટલ ઉત્પાદનોનાં વ્યવસ્થાપનમાં ગુણવત્તા વ્યૂહાત્મક ભૂમિકા ભજવી રહેલ છે.
૨. ઓછામાં ઓછી પોષણક્ષમ પેદાશ (Minimum Viable Products (MVP))ની સફળતા માટે ઓછામાં ઓછી અમુક આવશ્યકતાઓની પુર્તિ તો કરતી જ હોય તેવી પેદાશ (Minimum Acceptable Product (MAP)) પર ધ્યાન આપવું જોઈએ.
3. ગુણવત્તામાટેની અપેક્ષાઓ વધારેમાં વધારે સામુહિક અનુભવની આસપાસ કેન્દ્રિત થતી જોવા મળે છે.
આ માસનાં ASQ TV વૃતાંત માં તાજેતરમાં પ્રકાશિત વિડિયો ક્લિપ્સ જોઈએ :
Advice for Quality Careers - પ્રસ્તુત અંકમાં કોઈને પણ કામ કરતાં કરતાં ગુણવત્તા શી રીતે ઉપયોગી બની શકે તે સમજાવાયું છે. તે ઉપરાંત નિયોક્તાઓ ગુણવત્તા વ્યાવસાયિકોમાં જે પાત્રતાની અપેક્ષા રાખે છે તેને કેમ વિકસાવવી તેમજ પગાર કેમ વધી રહ્યા છે તે વિશે પણ સમજાવાયું છે.......
          Cultivating Qualifications
          2015 Salary Survey
ASQ TVનાં ત્રીજાં વર્ષમાં આ એક મોજણીના જવાબ આપશો. આપણો પ્રતિભાવ ASQ TV માટે સતત સુધારણા માટે ઘણું મહત્ત્વ ધરાવે છે.
ગુણવત્તાની કારકીર્દીના સંદર્ભમાં કેટલીક ટિપ્સ અને માઈકલ જોર્ડન અને ગુણવત્તા વ્યવસાયનો સંબંધ જેવી બાબતો જિમ જેમ “13 Steps to Get Ahead” માં કહે છે.

Jim L. Smithનાં જાન્યુઆરી, ૨૦૧૬નાં Jim’s Gems નો પણ આસ્વાદ કરીએ.
  •  Four Thoughts about Selling Ideas - 'ગુણવત્તા વ્યાવસાયિકો સાથેના મારા અનુભવોમાં મેં જોયું છે કે કેટલા બધાં લોકોને અફસોસ રહ્યા કરે છે જેમના અદ્‍ભૂત આઈડીયાઓ ફળીભૂત જ નથી  થતા કેમ કે 'ટુંકી દૃષ્ટિ'નાં વરિષ્ઠ સંચાલન મંડળ તેમનું સમર્થન નથી કરતાં.' 
  •   Choose to Make This Year Great - આ વર્ષને અત્યાર સુધીનાં શ્રેષ્ઠ વર્ષ તરીકે જીવવું હોય તો હવે પછી આવનાર દરેક દિવસ આપણે બની શકીએ તેવી શ્રેષ્ઠ વ્યક્તિ બનીને જીવીએ.
  •  Think Positively, Then Do It!  - આપણાં સ્વપ્ન અને મહત્વાકાંક્ષાઓને સિદ્ધ કરવા માટે, આપણા ઉચ્ચતમ ઈરાદાઓ માટે કામ કરવા અને તેમના માટે જીવવા તરફ આપણો બધો સમય અને શક્તિ કેન્દ્રિત કરીએ.

આપણા આ બ્લૉગોત્સવને વધારે માહિતીપ્રદ અને રસપ્રદ બનાવવામાટે આપનું યોગદાન પણ આવકાર્ય છે....

No comments: