Monday, August 31, 2015

ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સનો બ્લૉગોત્સવ - ઓગસ્ટ ૨૦૧૫



ગુણવત્તા સંચાલન વિષેના લેખ અને બ્લૉગ્સના બ્લૉગોત્સવનાં ઓગસ્ટ ૨૦૧૫ સંસ્કરણમાં આપનું હાર્દિક સ્વાગત છે.
એપ્રિલ, ૨૦૧૫નાં સંસ્કરણમાં આપણે “Improving measures of measurement of process \ પ્રક્રિયાની માપણીનાં માપની સુધારણા” વિષે શોધખોળ કરી હતી. તેના અનુસંધાને મે ૨૦૧૫નાં સંસ્કરણમાં આપણે performance measures and metrics વિષે આપણી શોધખોળ આગળ ધપાવી. તે પછી જુન ૨૦૧૫માં આપણે ‘structuring for the process of improvement \ સુધારણાની પ્રકિયા માટેની માળખાંકીય વ્યવસ્થા' વિષે પ્રાથમિક માહિતીની તપાસ કરી. જુલાઇ ૨૦૧૫માં આપણી તપાસમાં હવે પછીનાં પગલાં રૂપે આપણે 'Deploying the Improvement Process /સુધારણા પ્રક્રિયાને વ્યવહારોપયોગીપણે તૈનાત કરવી’ વિષે શોધખોળ કરી..

આ મહિનાનાં આ સંસ્કરણમાં આપણે Implementing the Improvement Process \ પ્રક્રિયા સુધારણાનો અમલ કરવા માટેના જૂદા જૂદા અભિગમો અને પધ્ધતિઓની વાત કરીશું.

Steps in the Continuous Improvement Process’ બહુ જ બહુઆયામી, મૂળભૂત અને દરેક કિસ્સામાં અપનાવી શકાય એવા પ્રસ્થાપિત PDCA અભિગમને અનુસરવાનું સૂચવે છે.

6 Tips for Implementing Continuous Process Improvement નું કહેવું છે કે સતત પ્રક્રિયા સુધારણા આપણને જેમ ચાલે છે તેમ ચાલવા દેવાના સંતોષમાંથી બહાર લાવે છે, જેને પરિણામે આપણે ઓછાં સંતોષકારક પરિણામોને સ્વીકારતાં અટકી જઈએ છીએ. સતત પ્રક્રિયા સુધારણાના સફળ અમલ માટે અહીં છ નુસ્ખા બતાવાયા છે -
૧. પ્રતિસાદ મેળવતાં રહેવું
૨. (વિચારો, ચર્ચાઓ, પરિણામો, હવે પછીનાં પગલાંઓ માટેનાં સૂચનો વગેરેની)વધારે ને  વધારે વહેંચણી કરતાં રહેવું
૩. દરેક તબક્કે દસ્તાવેજીકરણ કરતાં રહેવું
૪. સાધનને દોષ દેવાની ટેવને ટાળવી.
૫. બદલતી રહેતી જરૂરિયાતોથી અવગત રહેવું
   ૬. Lean વિચારસરણી અનુસરવી.
How to implement Change Successfully’ શીર્ષકમાં મુખ્ય શબ્દ 'પરિવર્તન \ change' છે. આ લેખને આ સંસ્કરણમાં આપણે લીધો છે કારણકે આપણે સતત સુધારણા પરની અત્યાર સુધીની ચર્ચાઓમાં જોઇ શકયાં છીએ કે પરિવર્તનનો એક આશય સુધારણા છે તો સુધારણા પ્રક્રિયાનું એક ચોખ્ખું પરિણામ પરિવર્તન છે. પ્રસ્તુત માર્ગદર્શિકામાં સુધારણા પ્રક્રિયાના અમલમાં ત્રણ બાબતોને મહત્ત્વની ગણવા ઉપર ભાર મૂકાયો છે : –
-          સમગ્ર પરિવર્તનના ઉદ્દેશ્યને સહેલાઈથી નિયમન કરી શકાય તેવા તબક્કઓમાં વિભાજિત કરી નાખવા. આ દરેક તબક્કાનાં પેટા લક્ષ્યો ઉપલબ્ધ સંસાધનોની સીમામાં સિધ્ધ કરી શકાય તે સ્તરનાં હોય.
-          માહિતી પૂરી પાડવામાં અને પ્રતિસાદ મેળવવામાં જેટલું કરાય તેટલું ઓછું જ છે તેમ જ માનવું.
-          પૂરેપૂરાં પરિવર્તનને અમલમાં મૂકતાં પહેલાં નાના પાયા પર 'નિયંત્રિત' સ્થિતિમાં, પ્રયોગાત્મક અમલ દ્વારા સંભવિત નબળી કડીઓને ચકાસી લેવી હિતાવહ બની રહે છે.
6 Steps for Implementing Successful Performance Improvement Initiatives in Healthcareમાં પણ સતત સુધારણા પહેલના અમલ માટેનાં પગલાંઓને બહુ સરળ રીતે રજૂ કરાયેલ છે -
# ૧: કામગીરી સુધારણાને આપણા વ્યૂહાત્મક ઉદ્દેશની સાથે સાંકળી લેવી
# ૨: પૃથ્થકરણવિદ્યા \Analyticsની મદદથી ઉપલબ્ધ માહિતીઓ અને આંકડાઓનો વિધેયાત્મક અભ્યાસ કરી તક માટેનાં ક્ષેત્ર ખોળી કાઢવાં.
# ૩: તંત્રવ્યવસ્થા તૈનાત કરવા માટેની પધ્ધતિઓ અને પૃથ્થકરણવિદ્યાની મદદથી સુધારણા કાર્યક્રમોની પ્રાથમિકતા નક્કી કરવી
# ૪: કામગીરી સુધારણા કાર્યક્રમમાટેની સ્થાયી ટીમ વ્યાખ્યાયિત કરવી
# ૫: સામગ્રી વ્યવસ્થા / content system વડે કાર્યક્રમના પરિણામો અને અંતઃક્ષેપ કાર્યપધ્ધતિઓ (તેમ જ જવાબદારીઓ)ને વ્યાખ્યાયિત કરવી
# ૬: રોકાણ પરનાં અપેક્ષિત વળતરનો અંદાજ તૈયાર કરવો.
Hammad M. Hammadના લેખ - Why Do Most Continuous Improvement Programs Fail? -માં સુધારણા કાર્યક્રમો સફળ ન થવા પાછળ આ પ્રકારના કાર્યક્રમોની ભૂમિકા માટેની ગેરસમજણો, સુધારણા પ્રક્રિયા તૈનાત કરવા માટે જરૂરી સંસાધનોની ઉપલબ્ધિ વિષે ઉપલકીયાપણું કે પછી કામગીરી સુધારણાના ધ્યેય અને પુરસ્કારસમ વળતર વચ્ચે ઉપયુક્ત જોડાણનો અભાવ જેવાં પરિબળોની ચર્ચા કરવામાં આવી છે....વધુમાં તેમનું કહેવું છે કે અસરકારક સુધારણા કાર્યક્રમો સમસ્યા-નિવારણ કે પ્રક્રિયા સુધારણા તકનીકો કે પધ્ધતિઓને લાગુ પાડવા પૂરતા સિમિત ન રહેવા જોઈએ. તેની સાથે મહતવના સાંસ્કૃતિક ફેરફારો પણ થવા જરૂરી છે. આમ કરવા માટે પૂરતો સમય અને સંસાધનો તો આવશ્યક છે જ, પણ તે સાથે સંસ્થાનાં દરેક સ્તરનાં લોકોની સીધી અને સક્રિય ભાગીદારી પણ તેમાં જરૂરી છે. સતત સુધારણા, તે અપેક્ષા મુજબ આગળ વધી રહી છે તેની સમીક્ષા અને સોંપાયેલી કામગીરી અંગે લોકોની જવાબદેહીની માર્ગદરિકાઓના અમલ માટેની વરિષ્ઠ સંચાલનમંડળની પ્રતિબધ્ધતા બહુ જ સ્પષ્ટપણે દેખાવી અને અનુભવાવી જોઈએ.

આ લેખના મુદ્દાઓની સકારત્મક છબી ઝીલતા લેખ Why Successful Continuous Improvement Programs Succeedમાં મુખ્યત્વે
          સંચાલન મંડળની દીર્ઘકાલીન પ્રતિબધ્ધતા
          રોજબરોજની પ્રવૃતિઓની કામગીરીની સમીક્ષા માટેનાં માપ, અને
          કામગીરી માટેના પુરસ્કારોનાં સુધારણાનાં પરિણામો સાથે સકારાત્મક અને વિધેયાત્મક જોડાણ 
ને સફળતાનાં કાર્યચાલક બળ ગણવા પર ભાર મૂકાયો છે.
પછીના લેખમાં સંસ્થાની સસ્કૃતિને સતત સુધારણામય કરવા માટેનાં પગલાં ચર્ચવામાં આવેલ છે.
Guide to Implementing Quality Improvement Principles એક નાની પુસ્તિકા છે જેમાં આ તબક્કાઓને આવરી લેવાયા છે -
ક. આપણે કયા સિદ્ધાંતો હાંસલ કરવા માગીએ છીએ?
ખ. તમારાં નર્સીંગ હોમ [એટલે કે કોઈ પણ સંસ્થા કે વિભાગ કે ટીમ]ની આ સિદ્ધાંતો હાંસલ કરવા માટે તૈયારીની આકારણી કરવી 
ગ. હવે પછીનાં પગલાં 
ઘ. સાધનો
Top 10 Imperatives for Leading a Successful IT Improvement Program આ પ્રકારની પહેલને સફળતાપૂર્વક તૈનાત કરવામાં આવતી અડચણો દૂર કરવાના ઉપાયો અને શ્રેષ્ઠ પ્રણાલીઓ રજૂ કરે છે..

આપણા આ મહિનાના આ વિષય પરનાં વધારે સાહિત્યની શોધ કરતાં સાવ સરળ વ્યાવહારિક જ્ઞાનના દૃષ્ટિકોણથી લઈને ખૂબ જ વિકસિત, ટેક્નોલોજીના સક્રિય ઉપયોગ કરતાં સાધનોની વિવિધતા આપણને જોવા મળે છે. એટલે એટલું તો ફલિત થાય જ છે કે સતત સુધારણા પ્રક્રિયાના અમલ બાબતે દરેક અનુભવ કંઈક તો નવું શીખવાડી જ જશે. આ નવા પાઠ જ સુધારણાના અમલનાં ભવિષ્યના તબક્કાઓના માર્ગ ખોલી નાખતા રહી શકે છે.

આજના વિષય બાબતે આપણે આટલેથી જ અટકીશું. સુધારણા પ્રક્રિયાનાં હવે પછીનાં સોપાનોની આપણી સફર હજૂ પણ થોડા હપ્તા સુધી ચાલુ રહેશે.

આ મહિને બીજા ભાગમાં આપણે Influential Voices Blogroll Alumniના બ્લૉગ માટે માર્ક ગ્રૅબૅનની બ્લૉગ સાઈટ, Lean Blog,ની મુલાકાત લઈશું. માર્ક ગ્રૅબૅન દર્દીઓ માટે વધારે સલામત, વધારે કિફાયતી, વધારે સારી આરોગ્યસંભાળ વિષે તો ખાસ કામ કરી જ રહ્યા છે, પણ તેની સાથે બધાં જ પ્રકારનાં કાર્યસ્થળ પણ વધારે સારાં કેમ કરી શકાય તે બાબત પણ તેમના ધ્યાન બહાર નથી.માર્ક ગ્રૅબૅનનો બ્લૉગ ઉત્પાદન ક્ષેત્રમાં લીન સિદ્ધાંતો વિષે એક ખજાના જેટલી માહિતી ધરાવવાની સાથે સાથે આરોગ્ય સંભાળ ક્ષેત્ર પર પણ ઘણું કહી જાય છે. એમના બ્લૉગ પરની કેટલીક વધારે પ્રચલિત પૉસ્ટ પર નજર કરવાથી તેમના બ્લૉગના વ્યાપનો ક્યાસ આવી શકશે : આ સાથે Influential Voices Blogroll Alumniની અત્યાર સુધીની યાદી આપણે પૂરી કરી રહ્યાં છીએ.

અને હવે આપણે આપણા નિયમિત વિભાગો તરફ વળીએઃ

ASQ CEO, Bill Troy ASQ’s Influential Voice જૅમ્સ લૉથરનો લેખ Creating a Performance Culture: What Not To Do રજૂ કરે છે. 'સંસ્કૃતિ'ની વ્યાખ્યા માટે લેખકે 'ચોક્કસ લોકો, કે સમાજ,ના વિચારો, રિવાજો કે સામાજિક વર્તણૂક' પર પોતાની પસંદગી ઉતારી છે. એ પછી, ‘વર્તણૂકોનું નિયમન કરી શકાય કે કામગીરી પર અસર કરી શકાય?' એ સવાલના જવાબના ભાગ રૂપે 'ન કરવા યોગ્ય' કામની આ યાદી આપણી સમક્ષ મૂકે છે:
૧. નબળી કામગીરીને કારણે ઉછળકૂદ કરી મૂકવી
૨. 'અધિકૃત' માહિતીને પડકારવી
૩. ગણતરીઓ બદલવાના પ્રયાસો કરવા
૪. દોષારોપણો કરી શરમાવવાના પ્રયાસ કરવા
૫. જ્યાં સુધી કોઈ એક મુદ્દા પર નવી રીતે ભાર મૂકી શકવાનો માર્ગ ન મળે ત્યાં સુધી વધારે ને વધારે નવાં કોષ્ટકો \Metrics માંડ્યાં કરવાં     
૬. નબળાં પરિણામોને ઓછું મહત્ત્વ આપવાની વૃત્તિ રાખવી
તેમનું તારણ એ રહે છે કે 'કામગીરી વ્યવસ્થાપન \ Performance Management' ઉચ્ચ કામગીરીની સંસ્કૃતિ નથી બનાવી શકતું. તેને કારણે તો (કદાચ) નબળી કામગીરી અને દહેશતનું વાતાવરણ પેદા થવાની શકયતાઓ પણ જોવા મળી શકે છે. (એટલે) ઉચ્ચ કામગીરીનું વાતાવરણ ઊભું કરવા માટે નબળી કામગીરી શોધી કાઢી, તેની સાથે સામે ચાલીને કામ લો; પરિસ્થિતિને સુધારવા કોશીશ કરો, દંડ ન ફટકારો.
Julia McIntosh, ASQ communications તેમના ‘July Roundup: Using New Technology in Quality and Beyond’ માં આપણી સમક્ષ ASQ બ્લૉગર્સને તેમની ગુણવત્તા વ્યાવસાયિકોની ભૂમિકામાં, તેમનાં કામમાં અને તે ઉપરાંત પણ, ટેક્નોલોજી ક્યાં અને કેમ મદદરૂપ બની છે તેની ચર્ચા રજૂ કરે છે.

આ માસનું ASQ TV વૃતાંત છે : Cost of Quality. અહીં ASQ TV 'ગુણવત્તાની પડતર-કિંમત \Cost of Quality (CoQ) 'ને વ્યાખ્યાતિત પણ કરે છે અને તેને સમજાવે પણ છે. ભાવ સપાટી સાથેની તેની કડી ખોળી કાઢવાની સાથે ‘અણગુણવત્તા’ને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે. હજૂ વધારે માહિતી માટે ASQ Knowledge Center: Cost of Quality : "How Better Quality Affects Pricing"ની જરૂરથી મૂલાકાત લેશો.

આપણી આ બ્લૉગોત્સવ શ્રેણીનાં જાન્યુઆરી ૨૦૧૪નાં સંસ્કરણમાં આપણે 'ગુણવત્તાની પડતર-કિંમત' વિષયથી જ કોઈ એક વિષય પર દરેક સંસ્કરણમાં ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રથા શરૂ કરી હતી.

આ મહિનાનાં ASQ’s Influential Voice છે – પૅમ ષૉડ્ટ.
પૅમ ષૉડ્ટ ASQ દ્વારા પ્રમાણિત ગુણવત્તા એન્જિનિયર છે. તેઓ ASQનાં નોર્થ કૅરોલિના, રાલૅ વિભાગનાં સભ્ય પણ છે, જ્યાં તેઓ પ્રત્યયન સમિતિમાં સ્વેચ્છા કામ કરતાં રહે છે. તેમના બ્લૉગ - Quality Improvements in Work and Life -માં પ્રમાણીકરણ અંગેની તાલિમ, પુસ્તક સમીક્ષાઓ અને જીવનશૈલી જેવા વિષયો પર લખતાં રહે છે. આ ઉપરાંત તેઓ ટેક્નોલોજીને લગતી બાબતો વિષે Web Technology પર અને બાગાયત વિષે Garden Lady બ્લૉગ પણ સક્રિયપણે ચલાવે છે. હાલમાં તેઓ iStockનાં ફોટો યોગદાતા અને સામાજિક માધ્યમ સલાહકાર તરીકે કામ કરે છે.

સુધારણાની સફરમાં આપણે જે નવી કેડીને અનુસરવાનું શરૂ કરેલ છે તેને હજૂ વધારે અથપૂર્ણ કરવા માટે આપનાં સૂચનો અને ટિપ્પ્ણીઓ આવકાર્ય છે.

નોંધ:
ઈન્ટરનેટ સુવિધામાં પડેલ વિક્ષેપ ને કારણે વાસ્તવમાં આ લેખ ૨-૯-૨૦૧૫ના રોજ અપલૉડ કરી શકાયો છે.


No comments: