Friday, July 24, 2015

૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૩) : અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન, નૌશાદ, બુલો સી. રાની અને વિનોદનાં લતા મંગેશકરનાં ગીતો



Best songs of 1950: And the winners are?' પરની ચર્ચા પરની ચર્ચામાં  સ્ત્રી-પાર્શ્વગાયિકાનાં યાદગાર ગીતોની વાતમાં આપણે આ પહેલાં સી. રામચંદ્રનાં, હુસ્નલાલભગતરામનાં અને ગુલામ મોહમ્મદનાં  લતા મંગેશકરનાં ગીતોની મુલાકાત કરી.
આજે અનિલ બિશ્વાસ, એસ ડી બર્મન, નૌશાદ, બુલો સી. રાની અને વિનોદનાં લતા મંગેશકરનાં ગીતો સાંભળીશું.
અનિલ બિશ્વાસનાં લતા મંગેશકરનાં ગીતો
અનિલ બિશ્વાસે લતા મંગેશકરની પોતાની નિશ્રામાં બહુ પહેલેથી લીધાં હતાં. આ વર્ષે પણ હજૂ તેમનો લતા મંગેશકર માટેનો વિશ્વાસ જળાવાઈ રહ્યો છે તેમ ચોક્કસપણે કહી શકાય.
મેરા નરમ કરેજવા ડોલ ગયા - આરઝૂ - પ્રેમ ધવન
આંખોં સે દૂર જા કે જાના ના દિલસે દૂર - આરઝૂ - મજરૂહ સુલ્તાનપુરી
કહાં તક હમ ઊઠાયેં ગમ - આરઝૂ - જાન નિસ્સાર અખ્તર
આ ચારેય ગીતો એક જ ક્લિપમાં સાંભળી શકાશે.
મતવાલે નૈંનોવાલે કે મૈં વારી વારી જાઉં - બેક઼સૂર - આરઝૂ લખનવી
એસ ડી બર્મનનાં લતા મંગેશકરનાં ગીતો
એસ ડી બર્મનની આ વર્ષની અન્ય ફિલ્મોમાં 'અફસર'માં તો સુરૈયા મુખ્ય ભૂમિકામાં છે, એટલે એ ફિલ્મનાં ગીતોમાં તો તેનું વર્ચસ્વ હોય તે સ્વાભાવિક છે, પણ તેમની આ વર્ષની બીજી એક ફિલ્મમાં મુખ્ય ગાયિકાનું સ્થાન ગીતા રૉય (દત્ત)ના ફાળે રહ્યું છે. અહીં રજૂ કરાયેલી 'મશાલ'માં પણ ગીતા રૉયને પણ એક ગીત તો ફાળવવામાં આવ્યું જ છે. 'અફસર'માં સુરૈયા સાથે તેમણે જે જાદુ કર્યો, લતા સાથે એવાં સમીકરણ સાથે રચાયેલાં તેમનાં અદૂભૂત ગીતો - ઝન ઝન ઝન ઝન પાયલ બાજે ….....- બુઝદીલ || ઠંડી હવાયેં લહરાકે આયેં – નૌજવાન - માટે આપણે હજૂ એક વર્ષ રાહ જોવી પડશે.
આંખોંસે દૂર દૂર હૈં પર દિલ કે પાસ - મશાલ - પ્રદીપ 
આજ નહીં તો કલ બિખરેંગે યે બાદલ - મશાલ - પ્રદીપ
નૌશાદનાં લતા મંગેશકરનાં ગીતો
આ વર્ષની નૌશાદની એક માત્ર ફિલ્મ 'બાબુલ'નાં ગીતોની લોકપ્રિયતા સદાબહાર રહી છે. ફિલ્મમાં બે મુખ્ય નાયિકાઓ મુન્નવર સુલ્તાના અને નરગીસ એમ બંને માટે શમશાદ બેગમનો સ્વર વપારો છે, જ્યારે લતા મંગેશકરને ફાળે બે સૉલો અને શમશાદ બેગમ સાથે એક યુગલ ગીત આવેલ છે. અ પહેલાંના વર્ષમાં આવેલ'અંદાઝ'માં લતા મંગેશકર મુખ્ય નાયિકા નરગીસ માટેનાં પર્દા પાછળનાં ગાયિકા હતા, તેનાથી પણ પહેલાનાં 'મેલા'માં આ સ્થાન શમશાદ બેગમના ફાળે હતું. જો કે હવે પછીનાં વર્ષોમાં નૌશાદ માટે મુખ્ય ગાયિકા લતા મંગેશકરનું સ્થાન બીનહરીફ બની રહેવાનું હતું.
પંછી બનમેં પિયા પિયા ગાને લગા - બાબુલ - શકીલ બદાયુની
લગન મોરે મનકી બલમ નહીં જાને  - બાબુલ - શકીલ બદાયુની
બુલો સી. રાનીનાં લતા મંગેશકરનાં ગીતો
બુલો સી રાની ફિલ્મ જગતના એ અનેક સંગીતકારોમાં છે જેમને તેમની સંગીતની સૂઝના પ્રમાણમાં બોક્ષ ઑફિસની સફળતા કદી પણ મળી નહીં. અહીં રજૂ કરાયેલાં ગીતો ખરેખર બહુ જ મધુર છે.
હંસ હંસ કે મેરે ચૈન પે બીજલી ગિરાયે જા - રસિયા
 વો હમસે ચૂપ હૈં હમ ઉનસે ચૂપ હૈ, દિલોંકે અરમાં મચલ રહે હૈં - રસિયા - ડી એન મધોક

[આડ વાત :
મુખડાની પંક્તિમાં સરખા શબ્દોવાળું બીજું એક ગીત યાદ આવી ગયું? એ ગીત થયું હતું પણ બહુ લોકપ્રિય.
હા, આપણે વાત કરી છીએ , આ વર્ષમાં જ રજૂ થયેલાં ગીત વો હમસે ચૂપ હૈ હમ ઉનસે ચૂપ હૈ, મનાનેવાલે મના રહા હૈં. પર્દા પર રાજ કપુર માટે અહીં ચીતલકરના સ્વરનો પ્રયોગ કરાયો છે.]

વિનોદનાં લતા મંગેશકરનાં ગીતો
પોતાની પ્રતિભાને અનુરૂપ સફળતા ન વરેલા સંગીતકારોની ક્લબમાં વિનોદની પણ આગવી બેઠક રહી.
મોરે દ્વાર ખુલે હૈં આનેવાલે કબ આઓગે - અનમોલ રતન - ડી એન મધોક


ક્રમશઃ ||  ૧૯૫૦નાં ગીતો : ચર્ચાની એરણે - યાદગાર સ્ત્રી-ગીતો (૪) : અન્ય ગાયિકાઓ : સુરૈયાનાં યાદગાર ગીતો

No comments: